Abtak Media Google News

તરવડાના ત્રણ શખ્સોએ લોડર માથે ચડાવી લોખંડના સળિયો બતાવી જાનથી મારી નાખવાની ધમકી દીધી

અમરેલી તાલુકાના તરવડા અને ગાયડકા આસપાસના વિસ્તારમાં શેત્રુજી નદિમાં મોટા પ્રમાણમાં ગેર કાયદેસર રેતી ચોરી થયાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના રોપા-ટી ઇન્સ્પેકટર અને અન્ય કર્મચારીઓએ દરોડો પાડતા તરવાડાના ત્રણ શખ્સોએ ઇન્સ્પેકટર સહિતના સ્ટાફ પર લોડર ચવાડી જાનથી મારી નાખવાની કોશિશ કરી લોખંડના સળિયા જેવા હથિયાર બતાવી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના અમરેલી રૂરલ પોલીસ મથકમાં નોધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના તરવડા ગામની સીમમાં આજના સમયે શેત્રુજી નદિમાં રેતી ચોરી થતી હોવાનુ જાણ થતા ખાણ ખનીજ કચેરીના રોપા-ટી ઇન્સ્પેકટર રોહિતસિંહ જાદવે સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન નદીના પટમાં તરવડા ગામનો મહાવીર કાળુ વાળા, જયરાજ કાળુ વાળા અને માલસિકા ગામનો રાજદિપ ભીખુ ઘાધલ નામના શખ્સો લોડર નંબર જીજે ૧૪એજી ૦૪૨૭ અને ડમ્પર નંબર જીજે૦૧ સીવાય ૨૯૯૦  ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ચોરવાનુ કામકાજ ચાલુ હતુ. જે બાબતે ખાણ ખનીજ કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટર રોહિતસિંહ જાદવ પર તરવડાતા મહાવીર વાળાએ પોતાનુ લોડર માથે ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ માલસીકાનો રાજદીપ ઘાધલ બાઇક પર ઘસી આવી મહાવીરે લોખંડના સળિયા વડે અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટના અંગે રોપલ્ટી ઇન્સ્પેકટર રાજદિપસિંહ જાદવે અમરેલી રૂરલ પોલીસ મથકમાં મહાવીર વાળા, જયરાજ કાળુ, રાજદિપ ઘાઘલ સહિત અન્ય શખ્સો સામે હત્યાની કોશિશ, ફરજમાં રૂકાવટ અને ખનિજ ચોરીનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.