વિછીયામાં પ્રેમ સંબંધના કારણે દંપતી સહિત ત્રણ પર ખૂની હુમલો, ચાર શખ્સોએ સાથે નોંધાય પોલીસ ફરિયાદ

વિછીંયા તાલુકાના ફુલઝર ગામે પ્રેમ સંબંધના કારણે દંપત્તી સહિત ત્રણ પર ચાર શખ્સોએ ઢીકાપાટુ માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફુલઝર ગામે રહેતા વર્ષાબેન લાલજીભાઇ સોઢળીયા, તેમના પતિ લાલજીભાઇ સોઢળીયા અને મોટા સસરા નારણભાઇને તેમના ગામના સુરેશ વાઘેલા, ડાયા દેહા પરમાર, અનિલ ડાયા પરમાર અને હંસાબેન ડાયા પરમારે ઢીકાપાટુ અને લાકડીથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લાલજીભાઇ સોઢળીયાને ડાયા પરમારની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે ચારેય શખ્સોએ એક સંપ કરી માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.