Abtak Media Google News

હાલ એક તરફ કોરોનાએ માઝા મૂકી છે તો બીજી તરફ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી રહી છે. જો કે ઘણાં લોકો આ પ્રકારના સરકાર તેમજ ચૂંટણીપંચના નિર્ણય વિરુદ્ધ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે પણ સહમતી દાખવી જણાવ્યું છે કે ચૂંટણી પંચ જેટલું ગેર જવાબદાર કોઈ નથી. તમિલનાડુમાં હાલ જે પ્રકારે કોરોના વકરી રહ્યો છે. તે પાછળ ચૂંટણીપંચ જ જવાબદાર છે. મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે ચૂંટણી માં  કોરોના સામેની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં ચૂંટણીપંચ સંપૂર્ણપણે નિષ્ફળ નિવડયું છે.  ઈસી સૌથી વધુ બેજવાબદાર સંસ્થા સાબિત થઈ છે. આ માટે તેના પર હત્યાના આરોપો પર મુકવા જોઇએ. મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની બેંચે 2 મેના રોજ યોજાનારી વિધાનસભાની મત ગણતરી અટકાવવાનો પણ આદેશ કર્યો છે.

મદ્રાસ હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે તમે કોર્ટના દરેક આદેશ  ’કોવિડ પ્રોટોકોલ જાળવો, કોવિડ પ્રોટોકોલ જાળવો’ છતાં તમેં આદેશનું પાલન ન કરી નિયમોનો ઉલાળીયો કર્યો છે. તેમજ રાજકીય પક્ષો વિરુદ્ધ રેલીઓ યોજવા સામે પણ પગલાં લીધા નથી. જે ગેર જવાબદારી છે જેને સાંખી લેવાશે નહિ. ખંડપીઠે કહ્યું: કોઈ પણ કિંમતે મતગણતરીએ વધુ ઉછાળા – રાજકારણ કે રાજકારણ માટે ઉત્પ્રેરક બનવું જોઈએ નહીં, અને મતગણતરી સ્થગિત  થાય છે કે કેમ? અથવા વિલંબિત છે. તે સુનિશ્ચિત કરો. જાહેર આરોગ્યનું સર્વોચ્ચ મહત્વ છે અને તે દુખદાયક છે કે બંધારણીય સત્તાવાળાઓને આ બાબતે યાદ અપાવવું પડે. નાગરિકો ત્યારે જ સુખમય રીતે ટકી રહે છે કે તેઓ અન્ય અધિકારોનો આનંદ માણી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.