Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચવડા ગામે મનરેગા યોજનામાં થયેલા કામો વિશે વિગત માંગનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ પર 6 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં આરટીઇ એક્ટિવિટીને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે કે મન રેગા યોજમાં થતાં કામો અને તેની અંગે આરટીઇ કરી અને વિગતો માંગવામાં આવી હતી ત્યારે વિગતો ન મળી પરંતુ વૃઘ્ધને ઢોરમાર મારવામાં લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે મનરેગામાં ખોટી રીતે નાણાની ઉચાપત કરનારાઓએ જ વૃદ્ધને માર મારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.આ મામલે વૃદ્ધ અને માથાના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના પાંચવડા ગામ નજીક મન રેગા ના કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા છે. પરંતુ આ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામતા પોલાભાઈ દ્વારા આર.ટી. ઇ કરી અને આ બાબતે વિગતો માંગવામાં આવી હતી પરંતુ આવા ભ્રષ્ટાચારીઓ એ વિગત આપવાના સ્થાને પોલાભાઈને ઢોર માર માર્યો છે.

છ લોકો સામે ગુનો દાખલ કરવાની તજવી: મનરેગા યોજના ફરી ચર્ચામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા કામો અંગે ભ્રષ્ટાચાર કરાયા હોવાની રાવ ફરિયાદ અવાર-નવાર ઉઠવા પામી છે જિલ્લાના અનેક ગામોમાં કર્મચારીઓ ચોપડે દેખાડવામાં આવી રહ્યા છે પરંતુ જે કે ખેત તલાવડા અને મનરેગા ના કામો છે તે જેસીબી અને મશીનરીથી કરાવી નાખવામાં આવતા હોય તેવી ફરિયાદો પણ ઉઠવા પામી છે ખોટા જોબ કાર્ડ બનાવી અને કરોડો રૂપિયાની ઉચાપત મનરેગાના કામોમાં કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે આ પ્રશ્નને લઇને અગાઉ જિલ્લા કલેક્ટરને તમામ પ્રકારના પુરાવા આપવામાં આવ્યા હતા પરંતુ આવા ભ્રષ્ટાચારીઓ રાજકીય વગ ધરાવતા હોવાના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી થઇ ન હતી ત્યારે વધુ એક વખત મનરેગા યોજના ચર્ચામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના પાંચવડા ગામે મનરેગા યોજનામાં થયેલા કામોની વિગત માંગવામાં આવતા વૃદ્ધ ઉપર હુમલો કરવામાં આવ્યો છે.આ મામલે છ જેટલા ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

  • કેવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે મનરેગા યોજનામાં
  • મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ભ્રષ્ટાચાર નીચેના મુદ્દાઓ ઉપર કરવામાં આવી રહ્યો છે.

મનરેગામાં રોજગારી આપવાનો ઉદ્દેશ મુખ્ય સરકારનો રહેલો હોય છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવાની મુખ્ય તકો આ યોજના કરતી હોય છે પરંતુ કોંભાડ કરનારાઓ  આ તકનો લાભ લઈ પોતાના ખિસ્સા ભરતાં હોય છે.

ખોટા જોબ કાર્ડ બનાવી અને સરકારી નાણાની ઉચાપત ગામમાં સરકારી નોકરી કરતા લોકોના આધાર કાર્ડ લઇને તેમના પણ જોબ કાર્ડ બનાવી નાખવામાં આવી. આશાવર્કર બહેનો ને સરકારી યોજનાનો લાભ અપાવવાના મામલે મનરેગા યોજનાના આધાર કાર્ડ નો ગેરરીતિ કરી અને ઉપયોગ કરવામાં આવે છે અને આશા વર્કર બહેનો ના પણ જોબ કાર્ડ બનાવી અને તેમને રોજગારી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. વરસો પહેલા મૃત્યુ પામેલા લોકો ના આધારકાર્ડ કબજે કરી અને આવા ભ્રષ્ટાચારીઓ આધારકાડ ઉપર મૃત્યુ પામેલા લોકોના પણ જોબ કાર્ડ બનાવી નાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.