સંગીતકાર સી.રામચંદ્રને સૌથી મોટી સફળતા ‘અનારકલી’ ફિલ્મથી મળી

  • 1951માં ફિલ્મ ‘અલબેલા’માં હીટ ગીતો આપ્યા અને ‘આશા’ ફિલ્મમાં ‘ઇના-મીના-ડીકા’ ગીતથી ફિલ્મ સંગીત દુનિયામાં છવાય ગયા
  • અનારકલી, આશા, અલબેલા, નવરંગ, પતંગા, આઝાદ, પરછાઇ અને નિરાલા જેવી સફળ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું: તેના સુંદર ગીતો આજે પણ લોકો યાદ કરે છે
  • સંગીતકાર ઉપરાંત તેઓ ચિત્તલકર નામથી ગાયક તરીકે પણ બોલીવુડમાં જાણીતા થયા: ‘નાગાનંદ’ ફિલ્મમાં હિરો તરીકે પણ ભૂમિકા ભજવી હતી

રામચંદ્ર ચિતલકરનો જન્મ 1918માં મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના એક નાનકડા ગામમાં થયો. તેમનું અવસાન 5 જાન્યુઆરી 1982માં થયું. તે સંગીતકાર તરીકે સી.રામચંદ્રથી પ્રખ્યાત થયા હતા. મૂળનામ રામચંદ્ર નરહર ચિતલક હતું, પરંતુ ગાયક તરીકે ચિતલકર અને સંગીતકાર તરીકે સી.રામચંદ્ર નામ રાખ્યું. ભારત ફિલ્મ જગતમાં એક પ્રસિધ્ધ સંગીતકાર તરીકે નામના મેળવી હતી. તેમને 1953ની ફિલ્મ “અનારકલી” મોટી સફળતા મળી હતી. તેના સુંદર ગીતોથી તે પ્રખ્યાત થયા હતા. બાદમાં 1957માં “આશા” ફિલ્મનું સ્કૈટ ગીત “ઇના-મીના-ડીકાથી નંબર વન સંગીતકાર ચમકી ગયા.

આર.એન. ચિતલકર નામથી મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું અને કેટલાક ગીતો પણ ગાયા હતા. તેમણે અમુક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો, આમ અભિનેતા, ગાયક, સંગીતકાર જેમ ત્રણ ભૂમિકા ભજવીને આખરે સી.રામચંદ્ર સંગીતકાર તરીકે બહુ જ સફળ રહ્યા હતા. તેમણે કેટલા અવિસ્મરણીય યુગલ ગીતો ગાયા જેમાં “કિતના હસી હે મૌસમ” અને “શોલા જો ભડકે” જેવા હિટ ગીતોનો સમાવેશ થાય છે. તેમણે સંગીત તાલિમ નાગપુરમાં વસંતરાવ દેશપાંડે સાથે શરૂઆત કરીને ફિલ્મ ‘નાગાનંદ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પછી તો 1936માં ‘સઇદ એ હવસ’ અને ‘આત્મતરંગ’ જેવી મિનર્વા મૂવિટોનની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું.

માસ્ટર ભગવાન દાદાની “સુખી જીવન” (1942)માં એક સંગીતકાર તરીકે કામ કર્યું. પછી તેની ફિલ્મ “અલબેલા” (1951)માં સંગીતકાર તરીકે હિટ ગીતો આપ્યા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. તેમણે ગીટાર, હારમોનીયમ જેવા સાજનો ઉપયોગ કરીને 1947માં ‘શહનાઇ’માં “આના મેરી જાન” જેવા હિટ ગીતો આપ્યા હતા. રોકલયમાં “આશા” ફિલ્મે ધૂમ મચાવી દીધી કિશોર કુમારના ‘ઇના મીના ડીકા’ ગીતોનો લોકહૃદયમાં તેમનું નામ ગુંજતું થઇ ગયું.

સાચી સફળતા 1953ની ફિલ્મ “અનારકલી” મળી આ ફિલ્મના ગીતો આજે 67 વર્ષે સંગીત ચાહકો ગાય છે. યે જીંદગી ઉસીકે હે, જાગએ દર્દે ઇશ્ક જાગ જેવા ગીતો હિટ થઇ ગયા હતા. લતાજી પાસે સી.રામચંદ્રએ અદ્ભૂત ગીતો ગવડાવ્યા હતા. લંડનમાં પણ તેની ચર્ચા સાથે પ્રસિધ્ધી મળી હતી. વી.શાંતારામની ‘નવરંગ’ (1959)ને સ્ત્રી (1961)માં તેની રચના ખૂબ જ લોકપ્રિય થઇ જે આજે પણ લોકો યાદ કરે છે.

“એ મેરે વતન કે લોગો” જેવા મોટાભાગના દેશભક્તિના ગીતો કવિ પ્રદિપે સંગીતકાર સી.રામચંદ્ર પાસે સ્વરબધ્ધ કરાવ્યાને ખૂબ જ સફળ થયા. સંગીતની સાથે તેમણે કેટલીક મરાઠી ફિલ્મો 1953થી 1955ના બનાવી જેમાં “દુનિયા ગોલ હે” જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે મરાઠી, તેલુગુ, તમિલ અને ભોજપુરી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.

સંગીતકાર સી.રામચંદ્રએ પોતાના ગીતોમાં લગભગ બધા રાગોનો ઉપયોગ કર્યો પણ ‘બાગેશ્રી’ રાગ તેનો ફેવરીટ હતો. તેમણે માલકૌંશમાં પણ ફિલ્મ “નવરંગ” આધા હે ચંદ્રમા….રાત આધી” જેવા હિટ ગીત બનાવ્યા હતા. તેમની હિટ ફિલ્મોમાં નાસ્તિક, યાસ્મિન, આશા, નવરંગ, આઝાદ, પતંગા, અલબેલા, ઘુંઘરૂ, અનારકલી, સગાઇ, નિરાલા, બહુરાની, સરગમ જેવી ફિલ્મોને આજે પણ લોકો યાદ કરે છે.

1954માં આવેલી “નાસ્તિક” ફિલ્મનું ગીત “દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઇ ભગવાન…..કિતના બદલ ગયા ઇન્સાન” આજે પણ લોકો ગાય છે, વગાડે છે, સાંભળે છે. તેમની કારકિર્દીના સફળ વર્ષોમાં 1943થી 1978 સુધી રહી હતી. છેલ્લે તેમણે ‘તુફાની ટક્કર’ ફિલ્મમાં સંગીતકાર તરીકે કામ કર્યું હતું. આ મહાન સંગીતકારે 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ‘પતંગા’ ફિલ્મનું ગીત “મેરે પિયા ગયે રંગુન” આજે પણ રીમિક્સ થઇને લોકો સાંભળે છે. અને “હત” ડિસ્કો સોંગની શરૂઆત સી.રામચંદ્રએ ‘અલબેલા’ ફિલ્મથી કરી…. ગીતના શબ્દો હતા…. ભોલી સુરત દિલ કે ખોટે…નામ બડે ઔર દર્શન છોટે” જે ગીત આજે પણ વાગે ત્યારે સંગીત ચાહકો ઝુમવા લાગે છે. હમણાં જ 2018માં તેની જન્મ શતાબ્દીની ફિલ્મ જગતે ઉજવણી કરી હતી. મહાન સંગીતકારનાં ગીતો લોકો આજે પણ યાદ કરે છે.

જુના હિન્દી ફિલ્મ ગીતોના ચાહકો ગાયકો અભિનેતા, ગીતકાર, સંગીતકારના “હિટ ઓલ્ડ ગોલ્ડ સોંગ” આજે પણ યાદ કરે છે. જુના ફિલ્મોમાં બધા જ યોગદાન હતું. મીઠા મધુરા સંગીત સાથે શ્રેષ્ઠ શબ્દોને સુમધુર અવાજ ગીતને ચાર ચાંદ લગાડી દેતા હતા.

સંગીતકાર સી.રામચંદ્રના હિટ ગીતો

* એ મેરે વતન કે લોગો…. લતાજી

* યે જીંદગી ઉસીકી હે…… અનારકલી

* જાગ દર્દે એ ઇશ્ક જાગ….. અનારકલી

* ઇના મીના ડીકા……. આશા

* ભોલી સુરત દિલ કે ખોટે…… અલબેલા

* ધીરે સે આજારે અખિયન મે નિંદીયા…… અલબેલા

* તુ છુપી હે કર્હાં…… નવરંગ

* કિતના હસીં હે મૌસમ….. આઝાદ

* મહફિલ મેં જલ ઉઠી શમા….. નિરાલા

* શોલા જો ભડકે દિલ મેરા ધડકે…. અલબેલા

* આધા હે ચંદ્રમા રાત આધી…… નવરંગ

* મેરે પિયા ગયે રંગુન વર્હાં સે કિયા હે ટેલીકુન….. પતંગા

* મહોબત હી ન વો સમજે, વો જાલીમ પ્યાર ક્યા જાને…… પરછાઇ