Abtak Media Google News

ગુજરાતી તથા હિન્દીના લોકગીતોને દિવાળીના દિવસે યુ ટયુબ પર લોન્ચ કરાશે ૮ નવ યુવાનો એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી

મ્યુઝીકલ લાઇફ ગ્રુપના તરવરીયા યુવાનો દ્વારા ગુજરાતી સંસ્કૃતિને તથા વિસરાયેલા ગુજરાતી લોકગીતોને ધબકતા કરવા માટે એક ઉમદા પ્રયાસ હાથ ધર્યો છે. ૧૮ વર્ષથી નીચેના આ તમામ ૮ યુવાનો અને યુવતિઓ ગુજરાતી સંસ્કૃતિના લોકગીતોનો અવાજ બનીને આવ્યા છે.

તેઓ લોકગીતો, ગઝલ અને દુહા છંદની રમઝટ સાથે દિવાળી ના શુભ દિવસે યુ ટયુબ પર સોંગ લોન્ચ કરશે.

આ તકે સ્મિત દોશી, વત્સલ ડોડીયા, કશ્યમ ડોડીયા, રાજુની તીર્થ, રીયા વાઢેર, ગીતા, પ્રાપ્તિ અને કિશને ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી.

દિવાળીના શુભ દિવસે આ નવ યુવાનો દ્વારા વિસરાઇ ગયેલા લોકગીતો ગઝલો જેમાં તારી આંખનો અફીણી, ઉંચી તલાવડી અને છુહા છંદને યુ ટયુબ પર લોન્ચ કરાશે. આ લોકગીતનું સમગ્ર શુટ રાજકોટમાં તથા ખીરસરા પેલેસમાં કરવામાં આવ્યું છે. અને આ ગીતોને હિન્દી-ગુજરાતી ફયુઝન કરીને પ્રસ્તુત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.