મ્યુઝીક મેકિંગ અને મિક્સિંગ આંગળીના ટેરવે: ફેસબુકની કૉલેબ એપ લોન્ચ

મ્યુઝીક મેકિંગ અને મિક્સિંગ હવે આંગળીના ટેરવે થઈ શકશે. સોશિયલ મીડિયાના ધુરંધર ફેસબૂકે લોન્ચ કરેલી કોલેબ મોબાઈલ એપ યુવાનોમાં ખૂબ લોકપ્રિય બનવા જઇ રહી છે. એકદમ સરળતાથી યુઝર્સ આ એપનો ઉપયોગ કરી શકશે.

ટિકટોકને મળેલી પ્રસિદ્ધિ બાદ શોર્ટ વીડિયો એપ ધડાધડ રિલીઝ થવા લાગી છે. ફેસબૂક પણ આ મામલે પાછળ નથી. તેણે પણ પોતાની એપ લોન્ચ કરી છે. આ એપ અત્યારે એપલ સ્ટોર ઉપર અમેરિકામાં ઉપલબ્ધ છે.

‘કોલેબ’થી શું કરી શકાય!

આ એપ્લિકેશનની મદદથી વપરાશકર્તાઓ 15 સેકંડ સુધીના ત્રણ અલગ અલગ વિડિઓઝને ભેગા કરીને શોર્ટ ફોર્મ મ્યુઝિક વિડિઓ બનાવી શકે છે. વપરાશકર્તાઓ કાં તો કોઈ બીજાની વિડિઓ સાથે જોડાઈને એક કોલેબ બનાવી શકે છે.

વપરાશકર્તાઓ જે સંગીતકારો સાથે પ્લેય માંગે છે તેમને એપ્લિકેશનમાં શોધી શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તેઓ નવી ક્લિપ્સ પોસ્ટ કરે છે, ત્યારે તેઓને નોટિફિકેશન મળવાનું ચાલુ રહેશે. તે મુખ્ય ફીડને પણ વ્યક્તિગત કરશે. એકંદરે મ્યુઝીકની કલીપ ભેગી કરીને તેને ફરીથી ક્રિએટ કરી શકે છે. આ એપમાં વિડિઓની જેમ ઓડીઓ પણ મહત્વનો છે.