Abtak Media Google News

ઉનાવાના મુસ્લિમ બિરાદરો ડર હોટલ લક્ષચંડી મહાયજ્ઞના શ્રધ્ધાળુઓ માટે ફાળવી

૩૨ હોટલમાં શ્રધ્ધાળુઓને વિના મૂલ્ય રોકાણ કરવાની અને ચા-નાસ્તાની સગવડ પૂરી પાડી

ઉનાવા ના મુસ્લિમ બિરાદરો એ કોમી એખલાસ ભાવનાને કરી ઉજાગરા

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ સંપ્રદાયના લોકોને સાથે રાખી ભવ્યાતિભવ્ય લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવની ઉજવણી કરી વિશ્વભરમાં સમરસતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે તે સાથે ઉનાવાના મુસ્લીમ બિરાદરો દ્વારા લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દર્શન કરવા માટે આવતા શ્રધ્ધાળુઓ માટે વિના મૂલ્ય ૩ર જેટલી હોટલમાં રોકાણ કરવાની અને ચા-નાસ્તો આપવાની સેવા કરી કોમી એખલાસ ભાવનાને વધારે દોઢ બનાવી છે.

વિશ્વભરમાં આજે કોમ-કોમ અને ધર્મ-ધર્મ વચ્ચે કટ્ટરતા છવાઈ છે ત્યારે લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં તમામ ધર્મ, જ્ઞાતિ, કોમ, સમાજ અને દરેક સંપ્રદાયના લોકોને સાથે રાખી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ ભર ના સમરસતા નો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ પૂર્વે ઉનાવા ના મુસ્લિમ બિરાદરો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન અધ્યક્ષ મણીભાઈ પટેલ (મમ્મી), સંસ્થા ના મહામંત્રી દિલીપભાઈ નેતા અને પ્રોજેક્ટ મેનેજર આઈ.એ.એસ મહેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સેવા આપવાનું અને કોમી એખલાસ ભાવના જાળવી રાખવા નું વચન આપ્યું હતું. જે અંતર્ગત ઉનાવા મુસ્લિમ બિરાદરો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની માટે તા. ૧૮ ડિસેમ્બરથી તા. ૨૨ ડિસેમ્બર સુધી રહેવાની સગવડ મુસ્લીમ બિરાદરો દ્વારા પૂરી પાડવામાં આવી છે. ઉનાવા વિસ્તારમાં આવેલી ૩૨ જેટલી હોટલ માં તમામ દર્શનાર્થીઓની રોકાણ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે. દર્શનાર્થીઓની પાસેથી એક પણ રૂપિયો ફી તરીકે લેવામાં આવશે નહિ વિનામૂલ્યે દર્શનાર્થીઓની પાંચ દિવસ સુધી હોટલમાં રોકાઈ શકશે.

મીરાદાતાર ટ્રસ્ટના ચેરમેન સૈયદ વારીસઅલી અહેમદઅલીએ જણાવ્યું હતું કે ડર હોટલમાં ૩૦૦૦થી વધુ યાત્રીકોને રોકવા માટે વ્યવસ્થા કરાઈ છે યાત્રીકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ઉપરાંત મીરાંદાતાર દરગાહ સામે સેવા કેમ્પ ઉભો કરાયો છે જેમાં સતત ચોવીસ કલાક ચા નાસ્તાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૫૦ થી વધુ મુસ્લીમ બિરાદરો પાંચ દિવસ સુધી સતત સેવામાં હાજર રહેશે. લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ દ્વારા સમગ્ર વિશ્વને કોમી એખલાસ નો સંદેશો આપવામાં આવ્યો છે અને કોમી એખલાસ ભાવનાને ઉજાગર કરી છે. ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા હિંન્દુ શ્રદ્ધાળુઓની સેવા કરી ને વિશ્વભરમાં કોમી એખલાસ નો સંદેશો આપવામાં આનંદ આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.