Abtak Media Google News

ગુ. વિ. અમદાવાદ દ્વારા ગીતાજી જયંતિ ડિસે-20માં લેવાયેલી કચ્છ જીલ્લામાં પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જીલ્લાનું 100 ટકા આપ્યું છે જેમાં રાજયકક્ષામાં બે વિઘાર્થીઓ જેમાં હિન્દુ-મુસ્લિમ બાળા પ્રથમ આવેલ જયારે કચછમાં ર0 વિઘાર્થી પ્રથમ સ્થાને આવ્યું હોવાનું ગીતાજી પઠન કેન્દ્રના સંચાલક વિભાકર એન. અંતાણીએ જણાવ્યું હતું કે આ પરીક્ષામાં અંદાજે 31પ જેટલા પરીક્ષાર્થીઓ કચ્છમાંથી આપી હતી. જેમાં રાજયકક્ષાએ પ્રથમ સ્થાને ભુજની મુસ્લિમ બાળા નોડે શીરીનબાનુ કાસમ ભુજને પોમલ નિરંજનાબેન એલ (માધાપર) ને શાસ્ત્રી સ્વામી સિઘ્યેશ્ર્વરદાસજી આવેલ હતા. અને જીલ્લામાં દશ કેન્દ્રમાં લેવાયેલ હતી. જેમાં જીલ્લામાં વિઘાર્થીઓ પ્રથમ આવેલ હતા. જેમાં માતૃછાયા અમૃતા ત્રિવેદી, મૈત્રી ગણાત્રા, કુંભાર લયબા અ.શ્રીજી વિદ્યાલય માધાપર કેવડિયા પુનિત, એચ. પણિયા, ખુશ્બુ ઉપાઘ્યાય, અંજલી શાંતિ નિકેતન, કશીશ તન્ના, ડિમ્પલ સોલંકી, ફરાજ ખાન પઠાણ, અંજાર કેન્દ્ર નયન જેઠવા, ભાર્ગવ જેઠવા, ફાલના આડેસરા, ભાનુશાલીનગર ગ્રુપ જોષી, રમેશભાઇ અને બ્રાહ્મણ મધુબેનના પાઠશાળા ગોપીબેન ત્રિવેદી, આચાર્ય રોશની, કુસુમબેન ત્રિવેદી, આચાર્ય રોશની, કુસુમબેન વૈદ્ય આવેલ છે. આ પરીક્ષાનું (મૌખિક) નું સંચાલન ગીતાજી પ્રચારક ઇલાબેન છાયા, રમેશભાઇ વૈદ્ય, કેતનભાઇ વૈશ્ર્નવ, નરેશભાઇ પાઠક, ગોપીબેન ત્રિવેદી, આશિષભાઇ વૈદ્ય, જવનિકાબેન પાઠક વિગેરે લીધી હતી. 31પ જેટલા પરીક્ષાઓમાં 3 જેટલા પરીક્ષાર્થીની સઁપૂર્ણ ગીતાજીની મૌખિક પરીક્ષા લેવાઇ હતી. ઉતીર્ણ થયેલ તમામને સંસ્જાના મનોનભાઇ સોલંકી, શંકરભાઇ સચદે, સ્વામી ડો. સત્યપ્રસાદદાસજી, સ્વામી હરિવલ્લભભદાસજી, ઇન્દ્રવદનભાઇ છાયા, વત્સલાબેન શુકલે અભિનંદન પાઠવેલ હતા.

ટુંક સમયમાં તમામ વિઘાર્થીઓને પ્રમાણપત્રો ઇનમો તેમજ રાજયકક્ષાએ જીલ્લામાં પ્રથમનું વિશેષ બહુમાન દાતાશ્રી દ્વારા કરાશે. તેવું વિભાકર અંતાણીએ જણાવ્યું હતું. કોરોના દરમ્યાન પણ આ લેવાયેલ હતી. કચ્છમાં ચાર દાયકાથી આ પરીક્ષાઓ લેવાય . આ કેન્દ્ર શરુ કરવામાં રત્નાકરભાઇ ધોળકીયા અને પૂર્વ ડે. કલેકટર પરમાર શરુ કરેલ હતું. અમે નોંધવું જરુરી આ પરીક્ષાઓ હિન્દુ-મુસ્લિમ બાળકો ભાગ લઇ કોમી એકતાના દર્શન કરાવેલ છે. ગીતાજી પરીક્ષા દ્વારા વિઘાર્થીઓ ગીતાજીમાંથી પ્રેરણા લેશે. અત્યાર સુધીમાં બહોળી સંખ્યામાં આ પરીક્ષાનો લાભ ઘણા પરીક્ષાર્થીએ લીધો છે. ગુજરાત વિઘાપીઠના કુલપતિએ સર્વેને અભિનંદન પાઠવેલ હતા..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.