Abtak Media Google News

ટાઉનપ્લાનીંગ શાખા, વેરાવસુલાત શાખા સોલીવડવેસ્ટ મેનેજમેન્ટ ફૂડાશાખાની ટીમો કસુરવારો પર ત્રાટકી

 

અબતક,રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા. 30-11-2021ના રોજ મવડી રોડ ખાતે અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા /પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડ કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે.

ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. 13માં મવડી રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ગેરકાયદેસર 7 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 2045 ચો. ફૂટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. (1)નવસર્જન કોમ્પ્લેક્ષ, (2)મારૂતિ પંચર અને બોરડી ટી સ્ટોલ, (3)પ્રણામ ઓટો, ગુરુકૃપા, (4)હોટેલ મુરલીધર, (5)ડીલક્સ પાન, (6)બાલાજી ઓટો અને (7)વ્રજ વિહાર એપાર્ટમેન્ટ ખાતેથી પાર્કિંગને નડતરરૂપ પતરા તેમજ પાર્કિંગને જાહેરાતના કિઓસ્ક દુર  કરાયા        વેરા વસુલાત શાખા દ્વારા વન વીક,વન રોડ અંતર્ગત બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 41 પ્રોપ્રટીની રૂ. 14,62,460/- લાખની વસુલાત કરવામાં આવેલી.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મવડી રોડ પરથી જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરવા સબબ 13 આસામીઓને રૂ.3250/-નો દંડ, કચરાપેટી/ડસ્ટબીન ન રાખવા સબબ કુલ-06 દુકાનદારોને રૂ. 1500/-નો દંડ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા/ઉપયોગ કરવા સબબ કુલ-16 દુકાનદારોને રૂ. 8000/-નો દંડની વસુલાત કરવામાં આવેલ. આમ કુલ 39 આસામીઓ પાસેથી કુલ રૂ. 12750નો દંડ વસુલવામાં આવેલ.

ફૂડ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત મવડી મે. રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 45 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ 12 કિ.ગ્રા. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ અને 15 પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ.

“ઋજજઅ-2006 અન્વયે યુઝ્ડ કુકીંગ ઓઇલ તેમજ બેકરી આઇટમના લેવાયેલ કુલ 20 સર્વેલન્સ નમુના લેવાયા હતા.

ફૂડ વિભાગ દ્વારા તા.30/11/2021 ના રોજ 01) શિવશક્તિ ફેમીલી રેસ્ટોરન્ટ, મવડી મે. રોડ ખાતે વાસી પ્રિપેર્ડ ફુડ 6 કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. તેમજ લાયસન્સ બાબતે નોટીસ આપેલ 02) નીતાબેન નારીયેલ, મવડી મે. રોડ ખાતે વાસી કેળા 3 કિ.ગ્રા. નાશ 3) નારાયણ સેલ્સ એજન્સી, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરી લાયસન્સ બાબતે નોટીસ આપેલ. 4) અલ્કા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. 5) વરૂડી ડેરી ફાર્મ, મવડી મે. રોડ હાઇજીન બાબતે નોટીસ, 6) બાલાજી સેલ્સ એજન્સી, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. 7) શ્રી મોમાઇ પાન, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ 8) જય બજરંગ ફ્લ્રોર એન્ડ મસલા મીલ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ 9) ગર્વ મેડીસિન્સ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ 10) મોમાઇ ટી સ્ટોલ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ 11) પટેલ સેલ્સ એજન્સી, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ 12) બજરંગ પાન, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. 13) શ્રીનંદ કિશોર ડેરી ફાર્મ, મવડી મે.રોડ ખાતે વાસી 3 કિ.ગ્રા. બ્રેડ નાશ કરવામાં આવેલ. 14) ખોડીયાર ડેરી ફાર્મ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ 15) ખોડીયાર કિરાણા ભંડાર મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. 16) ખોડીયાર ડેરી ફાર્મ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. 17) યશ સુપર માર્કેટ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

મવડી મે. રોડ સ્થળે 18) શિવમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ 19) ભાગ્યોદય જનરલ સ્ટોર 20) રાધેશ્યામ ડેરી ફાર્મ 21) પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ 22)  શિવશક્તિ કિરાણા ભંડાર, 23) ડી.કે.પાન, 24) શ્રી જલારામ ફરસાણ 25) મહીરાજ હોટલ 26) બાલાજી સેન્ડવીચ 27) બોસ કોલ્ડ્રીંક્સ 28) ડાયમંડ સીંગ 29) સિલ્વર બેકરી 30) જય ખોડીયાર કિરાણા ભંડાર 31) જાનકી પાન 32) મધુભાઇ2ચેવડાવાળા 33) ખોડીયાર ડેરી ફાર્મ 34) બાલમુકુંદ કરિયાણા ભંડાર 35) ખોડીયાર ફરસાણ 36) બજરંગ પ્રોવિઝન સ્ટોર 37) સુખસાગર ડેરી ફાર્મ 38) જ્યોતી સેલ્સ એજન્સી 39) પટેલ પ્રોવિઝન સ્ટોર 40) અક્ષર પ્રોવિઝન સ્ટોર 41) શ્રીનાથજી ફરસાણ 42) ખોડીયાર ખમણ હાઉસ 43) મીલન સ્વીટ 44) વેસુ ટ્રેડીંગ કે. 45) પટેલ પાન ખાતે ચકાસણી કરવામાં આવેલ.

(1) કસાટા પેસ્ટ્રી (લુઝ) સ્થળ: કભીભી બેકરી, ડો. યાજ્ઞિક રોડ (2) બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી (લુઝ)  સ્થળ: કાનન ફુડ્સ ડો. યાજ્ઞિક રોડ (3) મસાલા શક્કરપારા (લુઝ) સ્થળ: કૈલાશ ફરસાણ માર્ટ, એસ્ટ્રોન સોસાયટી રોડ (4) ફરસી પુરી (લુઝ) સ્થળ: કૈલાશ ફરસાણ માર્ટ, એસ્ટ્રોન સોસાયટી રોડ (5) મીઠા શક્કરપારા (લુઝ) સ્થળ: પટેલ ફરસાણ સેન્ટર, સરદારનગર મે. રોડ (6) મોરા સાટા (લુઝ) સ્થળ: પટેલ ફરસાણ સેન્ટર, સરદારનગર મે. રોડ (7) ડ્રાયફ્રુટ બિસ્કીટ (લુઝ) સ્થળ: અંકિત એન્ટરપ્રાઇઝ, એસ્ટ્રોન ચોક (8) જીણી સેવ (લુઝ) સ્થળ: સાગર ફરસાણ, કાલાવડ રોડ (9) રેડ વેલ્વેટ શિફોન પેસ્ટ્રી (લુઝ) સ્થળ: કભી ભી બેકરી, અમિનમાર્ગ (10) બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી (લુઝ) સ્થળ: અતુલ બેકરી, અમીનમાર્ગ (11) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: સાગર ફરસાણ, કાલાવડ રોડ (12) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: મુરલીધર સ્વીટ માર્ટ, નાના મૌવા રોડ (13) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: શ્રીરામ ફરસાણ, નાના મૌવા રોડ (14) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: જલીયાણ ફરસાણ, નાના મૌવા રોડ (15) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: મુરલીધર ફરસાણ, નાના મૌવા રોડ (16) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: શ્રી ઉમિયાજી ડેરી ફાર્મ, અંબિકા ટાઉનશીપ (17) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: શ્રી જનતા સ્વીટ, જીવરાજપાર્ક (18) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: જલારામ વડાપાઉં, આનંદ બંગલા ચોક (19) યુઝ્ડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ: રાજશક્તિ ગાંઠીયા, કૃષ્ણનગર મે. રોડ (20) વડાપાઉં (લુઝ) સ્થળ: જલારામ વડાપાઉં, આનંદ બંગલા ચોક રાજકોટ લીધેલ છે.

બગીચા શાખા દ્વારા વોર્ડ નં 12ના મવડી મેઇન રોડમાં નડતરરૂપ 41 વૃક્ષોનું ટ્રીમીંગ, રોડ ડીવાઇડરમાં ગેઇપ ફીલીંગ માટે અંદાજે 3000 છોડ વાવવામાં આવ્યા છે, તેમજ ડીવાઇડરના પ્લાન્ટસને સુવ્યવસ્થિત કરવા કટીંગ તથા વિડીંગ અને મલ્ચીંગની કામગીરી 1560 મી.માં કરાયેલ છે તેમજ નમેલા ડેમેજ 15 નંગ ટ્રી ગાર્ડને વ્યવસ્થિત કરવામાં આવ્યા છે.

દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત મવડી રોડ પરથી નડતરરૂપ દબાણ દુર કરવામાં આવ્યા હતા જેમાં જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્યા  04, જપ્ત કરેલ પરચુરણ માલસામાનની ટુંકી વિગત  12 અને જપ્ત કરેલ બોર્ડ-બેનર/ ઝંડીની સંખ્યા  280/180 વિગેરે કામગીરી કરવામાં આવી હતી.બાંધકામ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજે તા. 30-11-2021ના રોજ મવડી રોડ ખાતે સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઈ સંખ્યા-07, ડ્રેનેજ મેન હોલ સફાઈ સંખ્યા-22, પાણીની વાલ્વ ચેમ્બર સફાઈ સંખ્યા-04, ફુટપાથ રીપેરીંગ(ચો.મી.)-25, પેવિંગ બ્લોક રીપેરીંગ(ચો.મી.)-5 અને રબ્બીશ ઉપાડવાનું કામ કરાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.