રૂડું રૂપાળું મારું માસ્ક

 

ધોખો તો પહેલા આપતા જ હતા લોકો
નહિ પહેરીએ તો ધોકો ખવડાવશે આ માસ્ક

ફોટા ઉપર ફિલ્ટર તો લગાવતા જ હતા લોકો
શબ્દો બોલ્યા પહેલા ફિલ્ટર લાગી જાય એ આ માસ્ક

નાક અને કાનની વચ્ચે પહેરાઈ છે આ માસ્ક
કોરોના કાળમાં નાકની પાઘડી કહેવાય છે આ માસ્ક

છોકરીઓની લિપસ્ટિકને ભૂંસી નાખે છે આ માસ્ક
અવિરત નાકની પ્રસાદીને સાચવી રાખે છે આ માસ્ક

અણધારી આપણી છીંકને દીવાલ આપે છે આ માસ્ક
જો બીજાની છીંક હોય તો આપણને બચાવે છે આ માસ્ક

છીંક અને ઉધરસને સાચવી રાખે છે આ માસ્ક
ગોબરા ગંધારાને પણ બચાવે છે આ માસ્ક

જો પહેર્યું હશે તો કોરોનાથી બચાવે આ માસ્ક
નહિ પહેર્યું હોય તો વ્યક્તિને સ્વર્ગમાં સિધાવે છે આ માસ્ક.