માય નેમ… બોન્ડ….. જેમ્સ બોન્ડ: અંગ્રેજી ફિલ્મથી પ્રભાવિત થઇ ઘણી હિન્દી ફિલ્મો પણ બની પણ પરફેકશન મેળવી ન શકી !

છેલ્લા ૫૮ વર્ષમાં બાર અલગ અલગ જેમ્સ બોન્ડની ર૬ ફિલ્મો બની, ૧૯૬૨ માં પ્રથમ ફિલ્મ ‘ડો. નો’બની હતી. સ્પાય ઇન રોમ અને ફર્જ જેવી અનેક હિન્દી ફિલ્મો પણ બની જે ખુબ જ સફળ રહી’તી, છેલ્લે ૨૦૧૫માં બોન્ડ સિરીઝની ‘સ્પેકટર’ફિલ્મ આવી હતી

જુના હિન્દી ફિલ્મ યુગમાં ૧૯૬૦ પછી અંગ્રેજી ફિલ્મો નિયમિત આવવા લાગી ચાર્લી ચેપ્લીન, બોરેન હાર્ડીના ફિલ્મો લોકોને પસંદ પડતી ૧૯૬૨માં જેમ્સ બોન્ડની સિરીઝ શરૂ થઇને ‘ડો. નો’ શોન કોનરીની ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. બાદમાં છેલ્લા પ૮ વર્ષમાં જુદા જુદા કલાકારોની કુલ ર૬ ફિલ્મો આવી જે ઘણી સફળ નિવડી હતી. છેલ્લે ૨૦૧૫માં આ સિરીઝની સ્પેકર ફિલ્મ આવી હતી. નો ટાઇમ ટુ ડાય માર્ચ ૨૦૨૦ માં રીલીઝ થવાની હતા પણ કોવિડ-૧૯ ને કારણે હવે એપ્રીલ ૨૦૨૧માં આવશે.

જેમ્સ બોન્ડ એક ફિલ્મ સીરીઝ છે જેમાં જાસુસી ફિલ્મોની કાલ્પનિક ચરીમ આધારીત એમ ૧૬ એજન્ટ જેમ્પ બોન્ડ ૦૦૭ ની વાર્તા એક શ્રેણી ઉપરથી બની હતી. ફિલ્મ ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલનારી શ્રેણી પૈકી એક બોન્ડ સીરીઝ છે. ૧૯૬૨ થી પ્રથમ ફિલ્મથી શરુ કરેલ યાત્રા ૧૯૮૯ થી ૧૯૯૫ ના માત્ર ૬ વર્ષના સમયગાળામાં ઇઓન પ્રોડકશનની રપ ફિલ્મો નિર્માણ કરી, જે પૈકી એક ફિલ્મ ૨૦૨૧માં આવશે. મોટાભાગની ફિલ્મો પાઇનવુડ સ્ટુડીયોદમાં નિર્માણ થઇ. ૭ બિલીયન ડોલરથી વધુ કમાણી કરનાર ઇઓન દ્વારા નિર્મિત ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. સોની પિકચર્સ, કોલંબીયા પિકચર, એમ.જી. એમ. તથા યુનિવર્સલ પિકચર્સના તેની તળે ફિલ્મો બની હતી.

ઇઓન શ્રૃંખલામાં કેસીનો રોયલ ૧૯૫૪-૧૯૬૭ ની નોવેલ પરથી થંડર બોલનું ૧૯૮૩માં નેવરસે નેવર અગેઇન (૧૯૮૩) રીમેક કરી હતી. અંગ્રેજી ફિલ્મો પરથી હિન્દી ફિલ્મો વર્ષોથી બની રહી છે. ત્યારે જેમ્સ બોન્ડની ફિલ્મો આધારીત જાસુસી ફિલ્મો જેમાં ફાઇટ, વિવિધ ગેઝેટસનો ઉપયોગ કરી ને દર્શકોને આકર્ષણ થાય તેવી ફિલ્મો બની હતી. જેમાં જીતેન્દ્રની ‘ફર્જ’, દેવકુમારની ‘સ્પાઇ ઇન રોમ’, દારાસિંહની ‘ધ કિલર્સ’, ધર્મેન્દ્રની ‘આંખે’, થંડર બોલ ફિલ્મની જેમ દરિયામાં અડ્ડો હોય તેવી નકલથી ‘શાન’ ફિલ્મ બની જેમાં શાકાલનું પાત્ર અમર થઇ ગયું હતું. જેમ્સ બોન્ડની નકલમાં મિથુન ચક્રવર્તીની ફિલ્મો પણ હીટ થઇ હતી જેમાં સુરક્ષા, વારદાત સાથે મહેન્દ્ર સંધુની ફિલ્મ એજન્ટ વિનોદ પણ આવી હતી.

બ્લેક વ્હાઇટ યુગમાં હાવરા બ્રીજ, ચાયના ટાઉન, બેંક રોબરી, નશીહત, બ્લેટ કેટ કિસ્મત, નાઇટ ઇન લંડન, એપ્રીલ ફુલ જેવી સ્પાઇ ફિલ્મો એ દર્શકોના દિલ જીત્યા હતા. જમ્પીંગ જેક જીતેન્દ્રને એ જમાનામાં ભારતીય જેમ્સ બોન્ડની ઉપમા મળી હતી. ફિરોઝ ખાન પણ અપરાધ- કાલા સોના જેવી ૧૯૫૪માં એમેરિકા સી.બી.એસ.  ટેલીવીઝન નેટવકને ઇયાન ફલેમિંગ ને તેના પહેલા ઉપન્યાસ ‘કેસીનો રોયલ’ માટે એક કલાક નો શો યોજવા મંજુરી મળી હતી. કમાંડર જેમ્સ બોન્ડની બુક બ્રિટીશ પત્રકાર અને લેખકે એક કાલ્પનિક પાત્ર ૦૦૭ છે જેને ઇયાન ફલેમીંગે ૧૯૫૨ માં સીરીઝના રૂપમાં છાપી હતી. જેમાં બાર ઉપન્યાસ અને બે નાની વાર્તા હતી. ૧૯૬૪માં ફલેમીંગના અવસાન બાદ ચાલુ રહીને ૧૯ ફિલ્મો બની હતી જેનું નિર્માણ ૧૯૬૨ થી ૨૦૨૦ વચ્ચે થયું હતું.

શોન કોનરી (૧૯૬૨-૬૭ તથા ૧૯૭૧-૮૩) ડેવિડ નિવેન (૧૯૬૭), જર્યોજ લેજેનબી (૧૯૬૪), રોજર મુર (૧૯૭૨ થી ૧૯૮૫) ટિમોથી ડાલ્ટન (૧૯૮૬ થી ૧૯૮૪), પિયર્સ બ્રોસનન (૧૯૯૮૪ થી ૨૦૦૪) તથા હાલ જેમ્સ બોન્ડ તરીકે ડૈનિયલ ક્રેગ ૨૦૦૫ થી ચાલુ છે. અત્યાર સુધી આ પાત્રમાં કુલ ૭ હોલીવુડ સ્ટાર હિરો તરીકે આવી ચુકયા છે. આ ફિલ્મોમાં સિક્રેટ સર્વિસ એજન્ટ તરીને ભુમિકા બોન્ડ ભજવે છે. વિલન સાથેની અદ્યતન સાધનો સાથેની ફાઇટ દર્શકોને મનોરંજન આપે છે. અત્યારે તો છેલ્લા દોઢ દાયકાથી અંગ્રેજી ફિલ્મો પણ હિન્દી ડબ થઇને આવતાં લોકો વધુ જોવે છે. વર્ષો પહેલાના હિરો દેવાનંદ હોલીવુડ હિરો ‘ગેગરીપેક’ ઘણી નકલ કરતા જોવા મળે છે.

જેમ્સ બોન્ડની ફિલ્મો ડો.નો, ફ્રોમ રશીયા વીથ લવ, ગોલ્ડ ફિંગર, થંડર બોલ, યુ ઓન્લી લાઇવ ટવાઇસ, ડાયમન્ડ આર ફોર એવર, ઓન-હર મેજેસ્ટીસીક્રેટ સર્વિસ, બીવ એન્ડ લેટ ડાય, ધમેનવીથ ગોલ્ડન ગન, ધ સ્યાય વુ લવડમી, મુનરેકર, ફોર યોર આયસ ઓનલી, ઓકટોપસી, અ વ્યું ટુ કીલ, ધ લિવિંગ ડેલાઇટ, લાયસન્સ ટુ કિલ, ગયોલ્ડનઆય ટુ મોરો નેવર ડાયસ, ધ વર્લ્ડ ઇજ નોટ ઇનફ, ડાય અન ઘર ડે, કેસીનો રોયલ, સ્કાયફોલ,  સ્પેકટર, જેવી તમામ બોન્ડ-૦૦૭ ફિલ્મને હોલીવુડ ના ટોચના તમામ એવોર્ડ મળ્યા હતા. સમગ્ર વિશ્ર્વની પ્રજાએ આ બોન્ડ સીરીઝની ઇન્ગિલીસ મુવીને પસંદ કરી હતી. આ શ્રૃંખલાની ફિલ્મો બની એ પહેલા ટીવી રેડીયો ડ્રામામાં વાર્તા આવી ગઇ હતી.

અદ્યતન ટેકનોલોજી સાથે આકાશી અંડર વોટર સ્કાય જમ્પીંગ જેવા વિવિધ કરતબો હોલીવુડની કમાલ છે. દર્શકોને જીવંત પાત્રો સાથે એકદમ વાસ્તવિક લાગતી ફિલ્મો કરોડો રૂપિયાના ખર્ચે બનતી. આપણી હિન્દી ફિલ્મો આવુ કરવા જાય પણ પરફેકશન નથી આવતું, અંગ્રેજી ફિલ્મમાં ગીતો હોતા નથી જયારે આપણી હિન્દી ફિલ્મોમાં ગીતો વધુ આવતા લોકો કંટાળે છે. અંગ્રેજી ફિલ્મોના શોખીનો પ્રથમ દિવસે જ ફિલ્મ જોવા જતા આ મુવીના ટ્રેલર પણ બહુ જ રોચક આવતાં તમામ અંગ્રેજી ફિલ્મો દર્શકોને પુરુ મનોરંજન આપતા જકડી રાખે તેવી રોચક હોય છે. આ ફિલ્મનું ટાઇટલ પણ દર્શકોને અતિ પ્રિય હતું.

પ્રથમ જેમ્સ બોન્ડ ર્શોના કોનરીનું નિધન

જેમ્સ બોન્ડ સિરીઝની હોલીવુડ મુવીના પ્રથમ જેમ્સ બોન્ડ શોન કોનરીનું ૯૦ વર્ષે નિધન થયું છે. તેમણે ભજવ્યું હતું. સ્કોટલેન્ડના હોલીવુડ અભિનેતાની પાંચ દાયકાની લાંબી કારકિર્દી હતી. તેમની ફિલ્મો ઇન્ડિયાના જોન્સ, ધ રોક, ધ ઓરિયેન્ટસ એકસપ્રેસ જેવી ફિલ્મો ખુબ જ લોકપ્રિય થઇ હતી. કોનરીએ પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મથી શરુ કરીને સાત ફિલ્મોમાં આ આઇકોનિક પાત્ર ભજવેલ છે. ૨૦૦૦ની સાલમાં મહારાણી એલિઝાબેથ-ર દ્વારા નાઇટ હુડ એવોર્ડ એનાયત કરી ‘સર’નો ખિતાબ આપતા ‘સર શોન કોનરી’ બન્યા હતા. તેમણે ૧૯૬૨ થી ૧૯૮૩ સુધીમાં ડો. નો, ફ્રોમ રશિયા વીથ લવ, ગોલ્ડ ફિંગર, થંડર બોલ, યુ ઓનલી લિવ ટવાઇસ, ડાયમન્સ આર ફોર એવર નેવર સે નેવર અગેઇનમાં વિખ્યાત જાસુસી જેમ્સ બોન્ડનું પાત્ર બખુલી નિભાવ્યું હતું.