મારો અણમોલ મિત્રો

મિત્રતાનું મૂલ્ય એ કાંઈક એમ ચૂકવી ગયો
હું બેઠો હતો ઉદાસ ને એ મારી ઉદાસી છીનવી ગયો
જ્યારે-જ્યારે ગુંચવાયો હું મારી એકલતાની જાળમાં
મારી પડખે બેસીને મને સથવારો આપી ગયો
જાતથી હારીને બેઠો હતો હું ઉદાસીના અંધારામાં
ઉલ્લાસભર્યા ઉમળકા સાથે મારામાં આત્મવિશ્વાસનો સુર પુરી ગયો
ખડખડાટ હાસ્યનું ઠેકાણું આપી ગયો
રડવા માટેનો એક ખભો આપી ગયો
હમેશા આગળ વધવાની પ્રેરણા આપી ગયો
પાછળ વળીને ક્યારેક જોઈ લેજે મિત્ર એવી સલાહ આપી ગયો
સ્વાર્થના સબંધ તો રાખે છે દુનીયા
નિઃસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા શીખવી ગયો
અગણિત વાતોનો અખૂટ ખજાનો આપી ગયો
એ મને મિત્રતાના નામે આખો જમાનો આપી ગયો
સાથે હોવ છું ત્યારે સમય ભૂલી જાવ છું
મિત્રના નામે એ આખો પરિવાર આપી ગયો