Abtak Media Google News

કોરોનાના કપરા કાળમાં પ્રજા અને તંત્ર વચ્ચેની મહત્વપૂર્ણ કડી બનતું ‘અબતક’

એક હેલ્પલાઈન નંબર સતત વ્યસ્ત રહેતા બીજો હેલ્પલાઈન નંબર શરૂ કરાયો: લોકોની સમસ્યા તંત્ર સુધી અને તંત્રનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ ‘અબતક’ બન્યું

માત્ર સુવ્યવસ્થિત કોમ્યુનિકેશન અને સંકલનથી તમામ પ્રશ્ર્નો હલ થયા

કોરોનાના કપરા કાળમાં લોકોનો સંદેશો પ્રજા સુધી બરાબર રીતે પહોંચતો ન હોય તેમજ ઘણી વખત ગેરસમજણ ઉભી થતી હોય. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે ‘અબતક’એ આગળ આવી પ્રજા અને તંત્ર વચ્ચેની મહત્વપૂર્ણ કડી બની જનસેવાના સુત્રને સાર્થક કર્યું છે. ‘અબતક’ દ્વારા કોરોનાની મહામારીમાં બેડની વ્યવસ્થા કે અન્ય અવ્યવસ્થાને લઈને જે કોઈ લોકોને હાલાકી હોય તેઓના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા હેલ્પલાઈન શરૂ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. આજે જ આ હેલ્પલાઈન શરૂ થયાના માત્ર 2 થી 3 કલાકમાં જ પ્રશ્ર્નોની ભરમાર શરૂ થતાં તુર્ત જ બીજો હેલ્પલાઈન નંબર શરૂ કરવો પડ્યો હતો.

કોરોનાની મહામારીમાં તંત્ર દ્વારા દર્દીઓ માટે બનતી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેમ છતાં મહામારીનું સ્વરૂપ ખુબ ભયાનક હોય તંત્રની તૈયારીઓ ઘણી વખત અસમર્થ સાબીત થઈ રહી છે. ઉપરાંત દર્દીની સંખ્યા પણ ઓચિંતી વધી હોય બેડની વ્યવસ્થાને લઈને લોકોમાં ભારે દેકારો મચી ગયો છે.

આ દરમિયાન જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ બેડની પરિસ્થિતિ જાણવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ‘અબતક’ દ્વારા આ હેલ્પલાઈન નંબરને જનજન સુધી પહોંચાડવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોનાને લઈને કોઈપણ વ્યક્તિને કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવાના પ્રયાસના ભાગરૂપે તેમજ તેમના પ્રશ્ર્નોને વાચા આપવાના ભાગરૂપે ‘અબતક’ દ્વારા પોતાની હેલ્પલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમના મોબાઈલ નં.70482 30007 રાખવામાં આવ્યા હતા.

આ હેલ્પલાઈન શરૂ થયાના 2 થી 3 કલાકમાં જ પ્રશ્ર્નોની ભરમાર થઈ ગઈ હતી. આ હેલ્પલાઈન નંબર અતિ વ્યસ્ત થતાં ‘અબતક’ દ્વારા બીજો હેલ્પલાઈન શરૂ કરી દેવામાં આવ્યો હતો. ‘અબતક’ની હેલ્પલાઈનમાં જે કોઈ લોકોએ પોતાનો પ્રશ્ર્ન રજૂ કર્યો હતો તેઓને પ્રશ્ર્ન થોડી જ વારમાં હલ કરી દેવામાં આવ્યો હતો. મોટાભાગના પ્રશ્ર્નોમાં માત્રને માત્ર તંત્ર અને લોકો વચ્ચેના કોમ્યુનિકેશનનો અભાવ જોવા મળ્યો હતો. ‘અબતક’એ તંત્ર અને લોકો વચ્ચેની મહત્વપૂર્ણ કડી બની પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યું હતું.

હેલ્પલાઇનમાં આવેલા લોકોના પ્રશ્ર્નો

  1. અલ્પાબહેન બોલું છું  વાંકાનેર ના રાજા વડવા ગામેથી , મને સિવિલમાં હેરાનગતિ થઈ હતી, મારા દાદીમા મુકતાબેન ગોસ્વામી 2 દિવસ પહેલા સિવિલ માં કોરોના પોઝિટિવ આવતા એડમિટ હતા, તેમની ભાળ મળતી ન હતી (બાદમાં સિવિલના સ્ટાફે વિડીયો કોલ દ્વારા દર્દી સાથે વાત કરાવી હતી).
  2. ઉપલેટાથી બોલું છું રાજકોટ સિવિલમાં વેઇટિંગ છે કાંઈક વ્યવસ્થા કરાવી આપો.
  3. રાજકોટ થી વાત કરું છું , મારા કાકાની ઘરે ટ્રીટમેન્ટ ચાલુ છે, ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે સિવિલ માં જશું તો તરત વારો આવશે ? મદદ કરજો
  4. ચિરાગભાઈ વાત કરું છું, સિવિલમાં મારા કાકા એડમિટ છે , પ્રાઇવેટ માં વ્યવસ્થા થઈ શકશે ?
  5. હાર્દિક વાત કરું છું , મારા કાકા રંગાણી હોસ્પિટલમાં છે , રેમડેસિવર ઈનજીકશન જોઈએ છે ક્યાંય મળતા નથી , એડજસ્ટ કરાવી આપોને
  6. અમદાવાદ થી વાત કરું છું, મારી ભત્રીજી રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે, 6 રેમડેસીવીર જોઈએ છે ? ક્યાં મળશે ?
  7. રાજકોટથી વાત કરું છું, સિવિલ હોસ્પિટલમાં ગંભીર વાતાવરણ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડ નથી , સિવિલમાં ખાસ બેડની વ્યવસ્થા થઈ શકશે ?
  8. કિરીટભાઈ ધોરાજી થી વાત કરું છું રાજકોટમાં કોઈ પણ જગ્યાએ તેમને શિફ્ટ કરવા છે , વ્યવસ્થા થશે ?
  9. મોરબીથી હરપાલભાઇ વાત કરું છું, મારી ઓફિસમાં નોકરી કરતા અજયકુમાર હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પરંતુ અમે સારવારથી સંતુષ્ટ નથી, તો કોઈ ખાનગી હોસ્પિટલમાં વવ્યવસ્થા થઈ શકશે ?
  10. રેસકોર્સ પાર્કથી વાત કરું છું આજે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઘરે સારવાર નું કહ્યું પરંતુ હજુ સુધી કોઈ જ ડોક્ટર્સ ચેક કરવા નથી આવ્યા કે નથી કોઈ એ દવાઓ આપી
  11. જૂનાગઢથી દેવાયત ભાઇ વાત કરું છું, મારા કાકી રાજીબેન જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, હાલ તેઓ આઇસીયુમાં છે અને 3 રેમડેસીવીર ઈંજેક્સનની જરૂર છે તો કંઈ વ્યવસ્થા થઈ શકશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.