મારૂ ગામડું કોરોના મૂકત ગામડું: કોરોના સામે લડવા સૌરાષ્ટ્રના આ ગામમાં શરૂ કરાયું કોવીડ કેર સેન્ટર

0
56

ધોકડવાની ગીરગુંજન વિદ્યાલયમાં 50 બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત

સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત થયું છે.ત્યારે રાજય સરકાર દ્વારા કોરોનાને નાથવા સંવેદનશીલતા અને પ્રતિબધ્ધતા સાથે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. રાજયપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના ગામો કોરોનામૂકત ગામો બને તેમાટે 15મી મે સુધી અભિયાનના હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાનને સાર્થક કરવા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કટીબધ્ધતા સાથે કામગીરી કરી રહ્યું છે. ત્યારે કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ ગામના આગેવાનો હાલની સ્થિતિને પહોચી વળવા મદદરૂપ થવા સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહ્યા છે. ગીરગઢડા તાલુકાનું ધોકડવા ગામ મારૂ ગામ કોરોનામૂકત ગામ બંને એ દિશામાં આગળ વધતા ગામની ગીરગુંજન વિદ્યાલયમાં 50 બેડ સાથેની ઉતમ સુવિધા યુકત કોવીડ સેન્ટર કાર્યરત કરાયું છે.તેમજ નજીકનાં દિવસોમા બીજા 20 બેડનો આવશ્યક સુવિધા સાથે ઉભા કરવામાં આવશે.

ગીરગુંજન વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી દેવાયતભાઈ વાઘમશી જણાવ્યુ હતુ કે, ડાયાભાઈ જાલોધરા, ગુજજર, પીઠાભાઈ નકુમ, મનુભાઈ રામ, ભગાભાઈ કાછડ સહિત આસપાસનાં આગેવાનોનાં સહકારથી વિદ્યાલયમાં કોવીડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 3 એમ.ડી. ડોકટરો દરરોજ વીઝીટ લેવા આવે છે. 2 મેડીકલ ઓફીસર અને 6 નસીંગ સ્ટાફ સાથે આ સેન્ટરમાં દર્દીઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.જેમાં 40થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 7 દર્દીઓ ઓકિસજન સાથે સારવાર લઈ રહ્યા છે. 10 થી વધુ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી.

દર્દીઓને વિનામૂલ્યે સારવાર સહિત દરરોજ ઉકાળા, ચા-નાસ્તો અને પોષ્ટીક ભોજનની વ્યવસ્થા

 આવનારા સમયમાં જો સરકારના સહયોગથી વધારે માનવસેવા કરવાની તક મળશે. તો અમારી ટીમ તૈયાર છે.ગામના સમાજ સેવક મનીશ જાલોધરા જણાવે છે કે, અમારૂ ગામ કોરોનામૂકત ગામ બને એ દિશામાં આગળ ધપી રહ્યું છે. ગીરગુંજન વિદ્યાલયમાં કાર્યરત કરવામાં આવેલ કોવીડ કેર સેન્ટરમાં જે દર્દીઓ સારવાર લેવા આવે છે તેમના માટે સવારે 7 વાગ્યે ઉકાળો 8 વાગ્યે ચા-નાસ્તો 10 વાગ્યે જયુસ, હળદરવાળુ દૂધ અને 12 વાગ્યા આરોગ્ય સ્ટાફની દેખરેખ હેઠળ પોષ્ટીક આહારની સેવા આખો દિવસ નિ:શુલ્ક પુરી પાડવામાં આવે છે.તેમજ ગામમાં સેનેટાઈઝ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની પૂરી તકેદારી રાખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here