મારા અદભૂત અભિનયનો શ્રેય લેખક-નિર્દેશકને: બિગ-બી

AMITABH BACHCHAN | BOLLYWOOD | ACTOR
AMITABH BACHCHAN | BOLLYWOOD | ACTOR

ફિલ્મ સરકાર-૩ના ટ્રેલર રીલીઝ વખતે અમિતાભે મોકળા મને આપ્યા ઉતર

મહાનાયક અમિતાભ બચ્ચનની મૂવી આવી રહી છે. સરકાર ૩ જે આગામી ૭મી એપ્રિલે રીલીઝ થશે સરકાર ૩ના ટ્રેલર રીલીઝ પ્રસંગે બિગ-બી ખૂબજ હળવા મૂડમાં જણાતા હતા તેમણે મોકળા મને સઘલા સવાલોના ઉત્તર આપ્યા હતા.

ફિલ્મના નિર્દેશક રામ ગોપાલ વર્માએ અમિતાભના અભિનયની પ્રસંશા કરી ત્યારે અમિતાભે કહ્યું કે પડદા પર મારા અદભૂત અભિનયનો શ્રેય લેખક અને નિર્દેશકને જાય છે. કેમકે, સ્ટોરી રાઈટર મારા માટે એટલા સરસ કીરદાર લખે છે અને ત્યારબાદ નિર્દેશક તેને પડદા પર સરસ રીતે પેશ કરે છે. હું એકવાર ફિલ્મ શરૂ થાય પછી સંપૂર્ણ પણે નિર્દેશકને હવાલે કરી દઉં છું. તેમણે આગળ કહ્યું કે આખરે ફિલ્મના નિર્દેશક જ કેપ્ટન ઓફ ધી શીપ હોય છે. માટે હું તેઓ કહે તેમજ કરૂ છું કદી દલીલ કરતો નથી મને કંઈ વાંધો હોય તો એ સ્ટોરી સેશન દરમિયાન જણાવી દઉં છુ બાકી એકવાર શુટીંગ શરૂ થાય પછી નિર્દેશક કહે તેમ જ કરૂ છું.

ઉલ્લેખનીય છે કે અગાઉ સરકાર અને સરકાર રાજ સફળ થઈ હતી ત્યારબાદ અમિતાભ બચ્ચનને લઈને ફરી રામ ગોપાલ વર્મા તેનો ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છે. જેમાં અમિતાભનીસાથે મનોજ બાજપાયી, યામી ગૌતમ, જેકી શ્રોફ વિગેરેની પણ મહત્વની ભૂમિકા છે.