આ ફોટા લઇ જશે આપને 70ના દાયકા માં આ રીતે થતું હતું ફિલ્મ નું શૂટિંગ.

મુંબઈઃફિલ્મમેકર સત્યજીત રેના ફોટોગ્રાફર તરીકે જાણીતા નેમઈ ઘોષે પોતાની ત્રણ દાયકાથી લાંબી કરિયર પડદાં પાછળ વિતાવી છે અને કેમેરામાં ઘણી જ ક્ષણો કેદ કરી છે. આ ફોટોમાં નેમઈએ બોલિવૂડ સ્ટાર્સનો નેચરલ અંદાજ જોવા મળ્યો છે. ફેસબુક પેજ પર Cinemadromeમાં નેમઈએ લીધેલી 70ના દાયકાની અનેક ગ્લેમરસ તથા શાનદાર ફોટોઝ જોવા મળે છે.

અનેક વર્ષોથી ગુમનામીમાં હતું કલેક્શનઃ
નેમઈનો જન્મ 1934માં થયો હતો. સત્યજીત રે તથા નેમઈએ લગભગ 25 વર્ષ સાથે કામ કર્યું હતું. તેમની અંતિમ ફિલ્મ ‘આગંતુક’ 1991માં રીલિઝ થઈ હતી. પોતાની 35 વર્ષની કરિયરમાં નેમઈએ પોતાની રીતે પણ કામ કર્યું છે. જોકે, વર્ષો સુધી તેમનું આ કલેક્શન ગુમનામીમાં રહ્યું હતું પરંતુ કેટલાંક વર્ષ પહેલાં ઘોષની તસવીરોનું કલેક્શન દિલ્હીની એક આર્ટ ગેલેરીમાં જોવા મળ્યું હતું. તેમણે એક લાખથી પણ વધારે તસવીરો કેમેરામાં કંડારી હતી. આ તસવીરોમાં સિનેમા સ્ટાર્સ તથા પડદાં પાછળની અનેક તસવીરો સામેલ છે.