Abtak Media Google News

જસ્ટિસ એન.વી. રમન્નાએ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાક્ષીમાં તેમને શપથ ગ્રહણ કર્યા. ચીફ જસ્ટિસ બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થયા બાદ તે સુપ્રીમ કોર્ટના 48મા મુખ્ય ન્યાયાધીશ બન્યા.

ન્યાયાધીશ રમન્નાનો જન્મ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. રમન્નાએ 10 ફેબ્રુઆરી 1983ના રોજ વકીલાત શરૂ કરી હતી. વકીલ તરીકે, તેમણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, આંધ્ર રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલ કાર્ય કર્યું હતું, અને સુપ્રીમ કોર્ટમાં બંધારણીય, કાયદાકીય બાબતો, ચૂંટણીના મામલાઓ, જેવી બાબતોમાં પ્રેક્ટિસ કરી હતી.

 


રમન્નાના કામ વિશે ચર્ચા કરીયે તો, વિવિધ સરકારી સંસ્થાઓમાં કાઉન્સિલનું કામ ઉપરાંત, તેમણે કેન્દ્રમાં એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ, હૈદરાબાદના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં રેલવે માટે કાયમી કાઉન્સિલ સભ્ય અને આંધ્રપ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પણ કામ કર્યું છે.

જસ્ટિસ રમન્નાને 27 જૂન 2000 ના રોજ આંધ્રપ્રદેશના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમને 10 માર્ચ 2013 ના રોજ આંધ્રપ્રદેશમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2 સપ્ટેમ્બર, 2013 ના રોજ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ત્યારબાદ તે 17 ફેબ્રુઆરી 2014 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા.

ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ સુપ્રીમ કોર્ટમાં ઘણા હાઇ પ્રોફાઇલ કેસોની સુનાવણી કરી છે. તેમની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠે 370 કલમ વિરુદ્ધની અનેક અરજીઓને સાત ન્યાયાધીશોની મોટી બેંચને મોકલવાનો ઇનકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.