પૂ.મોરારિબાપુના હસ્તે ભવેન કચ્છીને નચિકેતા એવોર્ડ એનાયત કરાશે

નગીનદાસ સંઘવી વિશે વાત કરશે ભદ્રાયુ વછરાજાની

સતત ત્રીજા વર્ષે પત્રકારોને પોખવાના રૂડા અવસર નચિકેતા એવોર્ડનું આયોજન નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તા. 31મી જુલાઇને રવિવારના રોજ પત્રકાર ભવેન કચ્છીને નચિકેતા એવોર્ડ આપવામાં આવશે. આ અવસરે કથાકાર મોરારીબાપુ ઉ5સ્થિત રહીને આશીવર્ચન આપશે. નગીનદાસ સંઘવી સ્મૃતિ સમીતી દ્વારા છેલ્લા બે વર્ષથી ગુજરાતી પત્રકારત્વમાં ઉત્તમ કામગીરી કરનાર પત્રકારોને નચિકેતા એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે પણ નચિકેતા એવોર્ડનું આયોજન તા.31મી જુલાઇને રવિવારના રોજ સાંજે પ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ટાગોર માર્ગ ખાતે કરવામાં આવ્યું છે. 3પ વર્ષથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વમાં પ્રદાન કરનાર પત્રકારત્વના ભાગરુપે તેમણે 11 દેશનો પ્રવાસ કર્યા છે તથા તેમના 1ર જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. ભવેન કચ્છીને અત્યાર સુધીના પત્રકારત્વની સફરમાં ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીમાં સ્વ. પીઠડાવાલા ટ્રસ્ટ એવોર્ડ, તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે ઇન્ડીયન જર્નાલિસ્ટ યુનિયન એવોર્ડ તથા નાગર જ્ઞાતિ રત્ન, ગુજરાત મીડીયા એવોર્ડ, વિશ્ર્વ સંવાદ કેન્દ્ર દ્વારા નારદ એવોર્ડ અને સુરતની સંસ્થા દ્વારા અપાયેલ સરદાર એવોર્ડ મુખ્ય છે.

નચિકતા એવોર્ડ સમારંભને આશીવચન આપવા મોરારિબાપુ ઉ5સ્થિત રહેશે. તેમ જ આ એવોર્ડ જેની સ્મૃતિમાં આપવામાં આવે છે. એવા નગીનદાસ સંઘવી વિશે લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ ભદ્રાયુ વછરાજાની વાત કરશે. નચિકેતા એવોર્ડ માટેની નગીનદાસ સંઘવી સ્મૃતિ સમીતીના ભરતભાઇ ઘેલાણી અને જયંતિભાઇ ચાંદ્રા પણ ઉપસ્થિત રહેશે.