Abtak Media Google News

રાજકોટ પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ હેમુગઢવી હોલ ખાતે યોજાયો જેમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ગુણવંતભાઈ ડેલાવાળા તથા જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણા પાંડાવદરા હાજર રહ્યા હતા. કલામહાકુંભમાં સૌરાષ્ટ્રના શહેર અને ગ્રામ્યમાંથી કુલ ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.Vlcsnap 2018 08 23 13H18M34S141

જેમાં ૨ કેટેગરી ૧૫ થી ૨૦ વર્ષ ૨૧ થી ૫૯ વર્ષના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ગરબા-વારાડી-પખાવજ – ઓડીસી- સુગમ સંગીત ભરત નાટયમ જેવી સ્પર્ધામાં રાજકોટ-ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, જામનગરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.