Abtak Media Google News

પ્રેમગઢ, લોધિકા, શાપર, ઇશરા, મોટા દડવા, ગોંડલ, જસદણ, ઉપલેટા, ધોરાજી અને વરાસરા ગામે જુગારના દરોડા: રૂા.૩.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે

શ્રાવણ માસમાં ભાવિકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બને છે તેમ શકુનીઓ માટે શ્રાવણ મહિનો જુગાર રમવાની મૌસમ બની જતી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ કરે છે. રાજકોટ જિલ્લાના પ્રેમગઢ, લોધિકા, શાપર, ઇશરા, મોટા દડવા, ગોંડલ, જસદણ, ધોરાજી અને વરાસરા ગામે પોલીસે જુગાર અંગે દરોડા પાડી બે મહિલા સહિત ૫૫ શખ્સોને રૂા.૩,૬૭,૫૫૦ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.

જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના રાકેશ લવજી રાછડીયાની વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.૨૬,૪૦૦ની રોકડ સાથે વિરપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેલ સી.જે.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

લોધિકા તાલુકાના માખાવડ ગામના નાનજી ભલાભાઇ સોમૈયાની વાડીમાં જુગાર રમતા વાડી માલિક નાનજી ભલા સહિત છ શખ્સોની રૂા.૬૨,૮૯૦ની રોકડ અને બે બાઇક મળી રૂા.૧.૧૨ લાખનો મુદામાલ કબ્જે કરી એ.એસ.આઇ. એસ.જી.કેશવાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં ઉષાબેન વલ્લભભાઇ સોંદરવાના મકાનમાં જુગાર રમતા ૧૦ શખ્સોને રૂા.૩૮ હજારની રોકડ સાથે હેડ કોન્સ્ટેબલ રમણીકભાઇ સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

જેતપુરના વારસડા ગામે જુગાર રમતા રાકેશ ધીરૂ ખુમાણ સહિત પાંચ શખ્સોને રૂા.૧૩ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

શાપર-વેરાવળ ખાતે આવેલી પટેલ સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ભાવેશ ગોવિંદ પટેલ સહિત ચાર શખ્સોને રૂા.૫૩,૪૦૦ રોકડા અને ચાર મોબાઇલ મળી રૂા.૬૧,૫૦૦ના મુદામાલ સાથે શાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.વી. બકોત્રા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

ઉપલેટા તાલુકાના ઇશરા ગામે એભા પૂંજા ગંભીર નામના શખ્સની બરણેશ્ર્વર સીમમાં ભાદર નદી કાંઠે આવેલી વાડીમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૨૪,૩૨૦ની રોકડ સાથે હેડ કોન્સ્ટેબલ જે.એસ.તમાડીયા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

આટકોટના મોટા દડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા વિજય ભરત રાદડીયા સહિત પાંચ શખ્સોને રૂા.૩૦,૭૦૦ની રોકડ સાથે હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ મેતાડીયા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

ગોંડલ બસ સ્ટેશન રોડ પર જાહેરમાં જુગાર રમતા આશિષ મનહર વસોયા સહિત આઠ શખ્સોને રૂા.૮૬,૪૫૦ની રોકડ સાથે હેડ કોન્સ્ટેબલ એન.બી.રાણા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

જસદણના ગોખલાણા રોડ પર જાહેરમાં જુગાર રમતા ભરત કાનજી પરમાર સહિત સાત શખ્સોને રૂા.૪૧,૨૯૦ની રોકડ સાથે હેડ કોન્સ્ટેબલ રાજાભાઇ બકાતર સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.