Abtak Media Google News

રાજકોટમાં બે દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી પટકાયો: આકાશમાંથી વાદળોનું આવરણ હટતા હવે કાતિલ ઠંડીનો દોર

 

અબતક, રાજકોટ

પવનની દીશા ફરતા આકાશમાંથી વાદળોનું આવરણ હટયું ગયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનું જોર ફરી વઘ્યું છે. નલીયાનું લધુતમ તાપમાન ફરી એકવાર સીંગલ ડિજિટમાં પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આજે કચ્છના નલીયાનું તાપમાન 8.3 ડીગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 13 ડીગ્રી, અમરેલીનું તાપમાન 12.8 ડીગ્રી, વડોદરાનું તાપમાન 12.4 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 16 ડીગ્રી, ભુજનું તાપમાન 11.8 ડીગ્રી, ડિસાનું તાપમાન 11.6 ડીગ્રી, દ્વારકાનું તાપમાન 16 ડીગ્રી, નલીયાનું તાપમાન 8.3 ડીગ્રી, રાજકોટનું તાપમાન 12.9 ડીગ્રી અને વેરાવળનું તાપમાન 15.1 ડીગ્રી નોધાયું છે. રાજકોટમાં 48 કલાકમાં લધુતમ તાપમાનનો પારો પાંચ ડિગ્રીથી વધુ પટકાયો છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.