Abtak Media Google News

અમદાવાદના મોઢેરા ખાતે આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં એક નવો જ રેકોર્ડ સર્જ્યો છે તેનું સ્થાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે BCCIના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને આપી જાણકારી

ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિને અને વિકાસલક્ષી એજન્ડાથી દિવસે અને દિવસે ગુજરાત સફળતાના શિખરો સર કરી રહ્યું છે, ત્યારે વધુ એક યશકલગી ગુજરાતના નામે નોંધાય છે, અમદાવાદમાં આવેલું મોટેરા ખાતેનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે આ રેકોર્ડ એવી રીતે છે કે IPL 2022ની ફાઇનલમાં સૌથી વધારે પ્રેક્ષકો એટલે કે દર્શકોને સમાવવા બદલ રેકોર્ડ સર્જ્યો છે જેમાં 29 મે 2022 ના દિવસે 1,01,566 પ્રેક્ષકોએ IPL 2022 ફાઇનલ નિહાળી હતી જે એક રેકોર્ડ છે.

જય શાહે ટ્વિટ કરીને કહ્યું કે મને ગર્વ અને ખુશી છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમને એક જ T20 મેચમાં સૌથી વધુ હાજરી માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે 29 મે 2022 ના રોજ IPL ફાઇનલ દરમિયાન સ્ટેડિયમમાં 1,01,566 પ્રેક્ષકો હતા આને સફળ બનાવવા બદલ અમારા ચાહકોનો ખુબ ખુબ આભાર.

આ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની બેસવાની ક્ષમતા 1,10,000 છે જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતાં લગભગ 10,000 થી વધુ છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ અગાઉ સરદાર સ્ટેડીયમ અથવા મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું ત્યારબાદ તેનું નામકરણ કરી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.