આયર્લેન્ડને પછાડી નામિબિયા સૌપ્રથમ વખત ટી-20 વિશ્વકપના  સુપર બારમા એન્ટ્રી કરી

આજથી સુપર બારના મુકાબલા શરૂ , પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા અને બીજો મેચ ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે. 

આઈસીસી ટી-૨૦ વિશ્વ કપના સુપર બારના મેચો આજથી શરૂ થઈ રહ્યા છે જેમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે જ્યારે બીજો મેચ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે ત્યારે વિશ્વ કપમાં સૌપ્રથમ વખત નામેબિયાની ટીમે આયર્લેન્ડ ને પછાડી સુપર બારમા સ્થાન પ્રાપ્ત કર્યું છે. નામિબીયાએ કરો યા મરોના મુકાબલામાં આયરલેન્ડને ૯ બોલ બાકી હતા, ત્યારે ૮ વિકેટથી હરાવીને પહેલી વખત સુપર-૧૨માં પ્રવેશ મેળવ્યો હતો. જીતવા માટેના ૧૨૬ રનના પડકારને નામિબીયાએ ૧૮.૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

વિઝે બે વિકેટ ઝડપ્યા બાદ માત્ર ૧૪ બોલમાં અણનમ ૨૮ રન ફટકારતાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હાર સાથે આયરલેન્ડ બહાર ફેંકાયું હતુ.ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારી આયરલેન્ડની ટીમ તરફથી પોલ સ્ટિર્લિંગે ૨૪ બોલમાં ૩૮ રન નોંધાવ્યા હતા. જોકે એક તબક્કે ૯૪/૨નો સ્કોર ધરાવતા આયરલેન્ડનો ધબડકો થયો હતો અને તેઓ ૮ વિકેટે ૧૨૫ રન સુધી જ પહોંચી શક્યા હતા.

આઇસીસી ટી20 વિશ્વ કપમાં કુલ  સુપર 12માં 33 મેચ રમાશે જેમાં એક ગ્રુપમાં 6 ટીમ એવી રીતે બે ગ્રુપ નિર્ધારિત કરવામાં આવ્યા છે. ત્યારે તારીખ 10 અને 11 નવેમ્બર ના રોજ સેમિફાઇનલ અને 14 તારીખ ના રોજ ફાઇનલ મુકાબલો રમાશે આઈસીસી દ્વારા ફાઇનલ મુકાબલા ને ધ્યાને લઇ એક રિઝર્વ દિવસ પણ રાખવામાં આવ્યો છે.