Abtak Media Google News
શ્ર્વાનને બચાવવા જતા સર્જાયો અકસ્માત: બે મહિલાના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી

ખંભાળિયા ભાણવડ માર્ગ પર આવેલા ભાણવારી ગામમાં રહેતા સામતભાઇ લાંબરિયા તેમનો રિક્ષા લઇ તેઓના પરિવારના પત્ની, બે બહેન તથા સંબંધીનો પુત્ર માલાભાઇ લહેરા બાજુમાં આવેલા કોટડીયા ગામમાંથી મજૂરી કરી ગઇકાલે બપોરે પરત ફરતા હતા. દરમ્યાન રિક્ષા આડે શ્ર્વાન ઉતરવાથી રિક્ષા પલટી મારી જવાના કારણે બે મહિલાનાં બનાવના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યા હતા. કાળી મજૂરી કરનારા પરિવારમાં એક સાથે બે વ્યક્તિના મોત નિપજ્યાના કારણે શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઇ હતી.

ખંભાળિયા મોટા આસોટા ગામના સામતભાઇ ભાણવારી ગામમાં રહેવા આવ્યા હતા અને સમગ્ર પરિવાર મજૂરી કરવા કામે જતા હતા. દરમ્યાન કોટડીયા ગામેથી રિક્ષા લઇ આ પરિવાર પરત ફરતો હતો ત્યારે ભાણવારી આગળ શ્ર્વાન આડે ઉતરવાથી રિક્ષા પલટી જવાથી અકસ્માત સર્જાયો હતો. જેમાં નાવીબેન લાંબરિયા ઉ.વ.22 અને મણીબેન લંબારિયા ઉ.વ.20ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને રિક્ષા ચાલક આલાભાઇ લાંબરિયાએ પલકવારમાં પત્ની તથા બહેન ગુમાવ્યા હતા. એક શ્રમીક પરિવારનો માળો ક્ષણભરમાં ઓછો થઇ ગયો હતો.

એકા એક પલટી મારી ગયેલ રિક્ષામાં કાંઇ સમજાય ત્યાં તો લોહી નીકળેલ હાલતમાં નણંદ ભોજાયના મોતથી રિક્ષા ચાલક અવાચક બની રહ્યા હતા.‘ના જાણ્યુ જાનકી નાથે, ભાવિ પલમાં શું થવાનું છે’ અને આવો બનાવ બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.