નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી… જન્માષ્ટમીમાં દ્વારકાનું જગત મંદિર ખૂલ્લુ જ રહેશે..!!

અબતક,રાજકોટ

રાજય સરકાર દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવાની છૂટછાટ અપાયા બાદ દ્વારકા સ્થિત વિશ્ર્વ વિખ્યાત જગત મંદિરના દ્વાર પણ જન્માષ્ટમીમાં કૃષ્ણભકતો માટે ખૂલ્લા રહેશે તેવી જાહેરાત દેવભૂમિ દ્વારકાજિલ્લાનાં કલેકટર અને દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે.

કોરોનાના કારણે આ વર્ષ જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકાનું જગત મંદિર ખૂલ્લુ રહેશે કે કેમ? તે અંગે ભાવિકોના દિલો દિમાગમાં ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. દેવભૂમી દ્વારકા જિલ્લાના કલેકટર અને શ્રી દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ એમ.એ. પંડયા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી યાદીમાં જણાવવામા આવ્યું છે કે દ્વારકાધીશ મંદિર જન્માષ્ટમીના તહેવારોમાં નિયત કરાયેલા કલાકો દરમિયાન ભાવીકો માટે ખૂલ્લુ રાખવામાં આવશે. આ સમય દરમિયાન ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી સંભાવના રહેલી છે. કોરોનાની ગાઈડ લાઈનનું ચૂસ્ત પણે પાલન કરવામાં આવશે.મંદિર પરિસરમાં આવનાર દરેક દર્શનાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.

મંદિર પરિસરમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે. આ માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં દર્શનાર્થી ઉભા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

દ્વારકા આવતા યાત્રિકોને અપીલ કે કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેમજ શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઈટ ઠઠઠ.મૂફસિફમશતવ.જ્ઞલિ ઉપર લાઈવ દર્શન સુવિધા ચાલુ છે. તેમજ દુરદર્શન ઉપર શ્રી દ્વારકાધીશ મંદિરના આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે. જેથી દરેક ભકતોએ લાઈવ દર્શનનો લાભ લેવા અનુરોધ છે.