- DPAના ડેપ્યુટી ચેરમેન નંદિશ શુક્લાનો વિદાય સમારોહ યોજાયો
- ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વ હેઠળ આયોજન કરાયું
- કંડલા પોર્ટના વિકાસમાં નંદિશ શુક્લાનું અમુલ્ય યોગદાન
દેશના પ્રથમ ક્રમાંકિત બંદરગાહ ડીપીએમાં પાંચ વર્ષ ઉપાધ્યક્ષની સેવા આપીને પોતાના મુળ વિભાગ ભારતીય રેલ્વેમાં ઝાંસી ખાતે બદલી પામેલા નંદિશ શુક્લાનો વિદાય સમારોહ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયો હતો. કંડલા પોર્ટના વિકાસમાં નંદિશ શુક્લાએ વર્ષ ર૦ર૦થી અમુલ્ય યોગદાન આપ્યુ છે. તેમના કાર્યકાળ દરમિયાન પોર્ટની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આધુનિક આરએફઆઈડી સિસ્ટમનો સફળ અમલ, ગ્રીન હાઈડ્રોજન હબની સ્થાપના અને તુણા પોર્ટના વિકાસનો સમાવેશ થાય છે. આ સમારોહમાં 25થી વધુ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, ગાંધીધામ ચેમ્બર દ્વારા ડીપીએના ડેપ્યુટી ચેરમેન નંદિશ શુક્લાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
દેશના પ્રથમ ક્રમાંકિત બંદરગાહ ડીપીએમાં 5 વર્ષ ઉપાધ્યક્ષની સેવા આપીને પોતાના મુળ વિભાગ ભારતીય રેલ્વેમાં ઝાંસી (યુપી) ખાતે બદલી પામેલા નંદિશ શુક્લાનો વિદાય સમારોહ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયો હતો. કંડલા પોર્ટ જે હવે દીન દયાળ પોર્ટ ઓથોરિટી તરીકે ઓળખાય છે, તેમજ તેના વિકાસમાં નંદિશ શુક્લાએ વર્ષ 2020થી અમુલ્ય યોગદાન આપ્યુ છે.
આ ઉપરાંત કાર્યકાળ દરમિયાન પોર્ટની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો હતો. જેમાં આધુનિક RFID સિસ્ટમનો સફળ અમલ, ગ્રીન હાઈડ્રોજન હબની સ્થાપના અને તુણા પોર્ટના વિકાસનો સમાવેશ થાય છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વમાં યોજાયેલા આ સમારોહમાં 25થી વધુ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો.
અહેવાલ : ભારતી માખીજાણી