Abtak Media Google News

રાજકોટના ખ્યાતના ઉદ્યોગપતિઓને એવોર્ડથી સન્માનિત કરાયા: રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને પણ વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા

રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવકવેરા વિભાગ દ્વારા કરાતા સર્ચ અને સર્વે અંગેનો વિશેષ સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ખાતે અમદાવાદના ખ્યાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા અને આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં રાજકોટના ગૌરવવંતા અને સફળતા હાંસલ કરેલા ઉદ્યોગપતિઓને પણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને પણ તેમની કામગીરી બદલ પ્રોત્સાહિત કરાયા હતા અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગકારોની સાથોસાથ ટેક્સ ક્ધસલ્ટન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્યોગકારો માટે આ સેમિનાર અત્યંત ઉપયોગી નીવડશે : રાજીવભાઈ દોષી

Rajiv Bhai Doshi

રાજકોટ ગ્રેટર ચેમ્બરના પ્રેસિડેન્ટ સી.એ રાજીવભાઈ દોશીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ઉદ્યોગકારોમાં જાગૃતતા લાવવા અને સર્ચ અને સર્વેની કામગીરીમાં તેમનો હક શું તે અંગેની માહિતી આપવા માટેનો છે એટલું જ નહીં સૌરાષ્ટ્રની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે ઉદ્યોગકારો છે તનતોડ મહેનત કરી રહ્યા છે તેમને આવકારવા અને તેમની કામગીરીને બિરદાવવા માટેનો આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા જે સરાનીય કામગીરી કરવામાં આવે છે તેમને પણ બિરદાવી ગ્રેટર ચેમ્બરની નૈતિક ફરજ છે.

ગ્રેટર ચેમ્બર ઉદ્યોગોને વિકસિત કરવામાં ખુબજ ઉપયોગી : ધનસુખભાઈ વોરા

Dhansukh Bhai Vora

ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધનસુખભાઈ વોરા એ પણ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને મહત્વતા સમજાવી હતી કે સંસ્થા હર હંમેશ સ્થાને કઈ રીતે વેગવંતી બનાવી અને ઉદ્યોગને કઈ રીતે વધુને વધુ સફળ બનાવવા તે માટે મહેનત કરતું હોય છે ત્યારે યોજાયેલો કાર્યક્રમ આવનારા સમયમાં ખૂબ મહત્વનો સાબિત થશે. ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સૌરાષ્ટ્ર કચ્છ ના ઉદ્યોગોને વિકસિત કરવા માટે ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે અને કેન્દ્ર સુધી તેમને ઉદ્ભવતા પ્રશ્નોને વાચા આપે છે.

સર્ચ અને સર્વે દરમિયાન લોકોએ તેમના હક્ક જાણવા અત્યંત જરૂરી : મેહુલભાઈ ઠક્કર

Mehul Bhai Thakkar

અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેહુલભાઈ ઠક્કરે પણ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા સર્વે અને સર્ચની કામગીરી અથવા તો કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે જે ઉદ્યોગકારો જે છે  તે ફફડી ઊઠે છે પરંતુ તેઓને ખરા અર્થમાં તેમના હક શું છે તેમાં તેઓ જાગૃત નથી. માટે આ સેમીનાર ખરા અર્થમાં તમામ લોકો માટે અત્યંત ઉપયોગી નીવડશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સર્ચ અને સર્વે દરમિયાન કરદાતાઓએ તેમના હકને જાણવા ખૂબ જ જરૂરી છે જેથી તેઓ તે સમયે યોગ્ય રીતે જવાબ અને પોતાના અભિપ્રાયો આપી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.