Abtak Media Google News

બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન સાથે વિશાળ અને સમાન તકો આપવી જોઇએ જેથી તે રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા ભરી શકે. બાળકનો શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર છે, બાળ મજુરી વિરોધી કાયદાનો કડક અમલ જરૂરી

૧૪મી નવેમ્બર ૨૦૨૦ આજે ચિલ્ડ્રન્સ ડે આ દિવસ ચાચાનહેરૂના જન્મદિવસે સમગ્રદેશમાં ‘બાળ દિવસ’ તરીકે ઉજવાય છે. બાળકો માટેનો આ સ્પેશિયલ દિવસ ભારત જ નહીં વિશ્ર્વનાં અનેક દેશોમાં ઉજવાય છે. વિશ્ર્વમાં પ્રથમવાર ૧૯૫૪ના વર્ષમાં બાળ દિવસ ઉજવાયો હતો. આ ઉજવણીનો હેતું બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસતી કરવાનો એકમાત્ર હેતું હતો. સંપૂર્ણ વિશ્ર્વમાં બાળકોના કલ્પાણને પ્રોત્સાહિત કરવામાં આવે અને તે બાબતે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે.

વિશ્ર્વમાં બાળદિન 14મી નવેમ્બરે ઉજવણી થાય છે. યુ.એન.ની જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકકોની ઘોષણા જે દિવસે કરવામાં આવી તે ૧૯૫૯માં હતી માટે ત્યારથી આ દિવસ ઉજવાય છે. ૧૯૮૯માં બાળકોના હકો પર કરારમાં વિશ્ર્વનાં ૧૯૧ દેશો દ્વારા તેને માન્યતા મળી હતી. આપણા દેશમાં બાળદિવસની શરૂઆત ૧૯૨૫માં થઇ હતી. બાળકોના કલ્યાણની વૈશ્ર્વિક કોન્ફરન્સમાં બાળ દિવસ ઉજવણીની ઘોષણા થઇને ૧૯૫૪માં દુનિયામાં બાળ દિવસને માન્યતા મળી હતી.સંયુકત રાષ્ટ્રે 14 નવેમ્બર બાળ દિવસ માટે નકકી કરી હતી. ઘણાં દેશોમાં ૧૯૫૦થી બાળ સંરક્ષણ દિવસ ૧લી જૂને ઉજવાણી કરાય છે. બાળકના સારા ભવિષ્ય માટે, સર્ંવાગી વિકાસ માટે તથા તેનાં મૂળભૂત હકોના રક્ષણ માટે કટીબધ્ધ થવા બાળ દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય છે.

આપણાં દેશમાં બાળ દિવસ મસ્તી અને આનંદના દિવસ તરીકે મોજ મજા કરવાનો પણ દિવસ છે. આપણાં દેશનાં બંધારણમાં પણ ૬થી ૧૪ વર્ષના તમામ બાળકોને માફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે.આવતીકાલના નાગરીકને વિકાસની હરણ ફાળમાં તમામ પ્રકારે મદદ સાથે તેમના કલ્યાણ બાબતેના કાર્યોમાં સમાજના દરેક વર્ગે મદદરૂપ થવું જરૂરી છે. આજે ગરીબ મા-બાપના સંતાનો આર્થિક ઉપાર્જન માટે દુકાનો-રેસ્ટોરન્ટો, ચા-પાનગલ્લે કે અન્ય સ્થળે બાળ મજૂરી કરીને પૈસા મળે છે. ભણવાની ઉમંરે કામ કરતા બાળકોની સંખ્યા આપણા દેશમાં ઘણી છે. આ બાબતે કાયદો તો છે પણ અમલવારી ન થવાથી બાળ મજૂરી પ્રથા આજે પણ ચાલું છે. આજે બાળ દિવસે સૌ આ તરફ ચિંતા કરવાની જરૂર છે.બાળકોને નાગરિક તરીકે વિકસવાનો અધિકાર છે. આજે તો બધા માટે વિવિધ કાર્યક્રમો થતા હોય છે પણ બાળકો માટેના કાર્યક્રમોની અછત છે. ચિલ્ડ્રન કલબો શરૂ કરીને કલ્ચરલ અને સ્પોટ્સમાં વિકાસ કરવો અને તેના રસ રૂચિ વલણોને ધ્યાને લઇને તમામ મદદ કરવી સૌની નૈતિક જવાબદારી છે.

૧૨મી જૂને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ પણ સમસ્યા ત્યાંથી ત્યાં જ છે. તેના માટે ચિલ્ડ્રન યુનિવસીટીની સ્થાપના કરવી જરૂરી  છે. તેના માટે ચિલ્ડ્રન યુનિવસિટીની સ્થાપના કરવી જરૂરી છે. આજે રોડ ઉપર નાના-બાળકો ભીખ માંગતા નજરે પડે છે. રોજ બરોજ બાળકોને ઉપાડી જવાની ઘટના પણ બનતી જોવા મળે છે.હેકટરી એકટ ૧૯૪૮ના કાયદા મુજબ ૧૪ વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબતે મનાઇ ફરમાવેલ છે, છતાં આજે ચોમેર દિશાએ બાળક મજૂરો નજરે પડે જ છે. બાળકએ માત્ર ઘરનું ખુશીનું કારણ નથી એ દેશનું ભવિષ્ય પણ છે. બાળકોનું શોષણ થતું અટકાવવું જરૂરી છે. બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ, સંસ્કાર મળે કારણ કે તે આપણા દેશનું ભાવી છે. આજે દેશમાં બાળકો ઉપર અત્યાચારો, બાળલગ્નો, દુરૂપયોગ જેવા વિવિધ દૂષણોને ડામવા જ પડશે. બાળક પોતેજ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે જરૂર છે ફકત આપણે જોવાની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.