Abtak Media Google News

આરોપીએ પીપીઈ કીટ પહેરી મહિલાને બનાવ્યો હવસનો શિકાર:
નરાધમ પોલીસ સંકજામાં

સૌરાષ્ટ્રમાં સારવારના કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિવિલના કોવિડ વિભાગમાં દાખલ મહિલા પર વોર્ડ બોય દ્વારા દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે વોર્ડ બોયને સંકજામાં લઈ ઊંડાણ પૂર્વક તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ મહિલાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 55 વર્ષીય મહિલાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ ગયાનું સારવારમાં જાણવા મળતા તેમને આજે પરોઢિયે કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા.પ્રાથમિક સારવાર બાદ મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. મહિલા જે વોર્ડમાં દાખલ કરાયા હતા ત્યાંનો એટેન્ડન્ટ તેમની પાસે આવી લાવો તમારું માથું દબાવી દઉં તેમ કરી માથું દબાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. થોડીવાર બાદ તે એટેન્ડન્ટ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં હતપ્રભ થઇ ગયેલા વૃદ્ધાના પરિવારજનોએ સંપર્ક કરતા વૃદ્ધાએ તમે બધા જલ્દી હોસ્પિટલ આવી જાવ મારી સાથે અજુગતું થયું હોવાનું જણાવ્યું હતું.જેથી મહિલા દર્દીનું કાઉન્સિલિંગ કર્યા બાદ તમામ વિગત મેળવવામાં આવી હતી. જેના આધારે પોલીસે વોર્ડમાં જેટલા ફરજ બજાવતા હતા તે તમામ કર્મચારીઓની યાદી મેળવી હતી. બનાવ સમયે તે વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે હિતેશ ઝાલા નામનો કર્મચારી ફરજ પર હતો. અંતે વૃદ્ધાના આક્ષેપ બાદ પ્રદ્યુમ્નનગર પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી એટેન્ડન્ટ હિતેશ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધી સંકજામાં લઈ વધુ તપાસ હાથધરી છે.

સૌરાષ્ટ્રમાં સારવારના કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિવિલના કોવિડ વિભાગમાં દાખલ મહિલા પર એટેનડેન્ટ દ્વારા દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે. મહિલા દર્દીને માથું અને કમ્મર દબાવી દેવાના બહાને દુષ્કર્મ આચાર્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ મહિલાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 55 વર્ષીય મહિલાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ ગયાનું સારવારમાં જાણવા મળતા તેમને આજે પરોઢિયે કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર બાદ મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. મહિલા જે વોર્ડમાં દાખલ કરાયા હતા ત્યાંનો એટેન્ડન્ટ તેમની પાસે આવી લાવો તમારું માથું દબાવી દઉં તેમ કરી માથું દબાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. મહિલાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. થોડીવાર બાદ તે એટેન્ડન્ટ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં હતપ્રભ થઇ ગયેલા વૃદ્ધાના પરિવારજનોએ સંપર્ક કરતા વૃદ્ધાએ તમે બધા જલ્દી હોસ્પિટલ આવી જાવ મારી સાથે અજુગતું થયું હોવાનું જણાવ્યું હતું.

જેથી મહિલા દર્દીનું કાઉન્સિલિંગ કર્યા બાદ તમામ વિગત મેળવવામાં આવી હતી. જેના આધારે પોલીસે જામનગર રોડ પર હરિજનવાસમાં રહેતા હિતેશ વીનું ઝાલા નામના એટેનડેન્ટની ધરપકડ કરી હતી. પોલીસે નરાધમ હિતેશ ઝાલાની ધરપકડ કરી તેના કોરોના ટેસ્ટ અને મેડિકલ ચેકૂઅપ માટે કાર્યવાહી હાથધરી છે.હિતેશ ઝાલા અપરિણત હોવાનુ જાણવા મળેલ છે.

 

સીવીલ હોસ્પિટલમાં  કોવિડ મહિલા દર્દી ઉપર બળાત્કાર કરનાર આરોપીને ફાંસીની સજા આપો: દિપા કોરાટ (પ્રમુખ, દુર્ગા વાહિની)

સીવીલ હોસ્પિટલના  કોન્ટ્રાકટ બેઝ સ્ટાફ સભ્ય દ્વારા કોવિડની સારવાર માટે દાખલ થયેલ 60 વર્ષની વૃઘ્ધા ઉપર બળજબરીથી બળાત્કાર  કરનાર આરોપી જાહેરમા મોતની સજા કરવા આવશે તો જ દેશની મહિલાઓ સલામત બનશે. આરોપીએ વૃઘ્ધ મહિલાને સારવાર આપવાનો ઢોગ રચી વૃઘ્ધ મહિલા ઉપર બળાત્કાર પાપી કૃત્યુ કર્યુ છે. ભવિષ્યમાં સગીર બાળાઓથી વૃઘ્ધ મહિલાઓ ઉપર થતા બળાત્કારના છેડતી અને પજવણીના ગુન્હાઓને અટકાવવા માટે આવા ગુન્હેગારોને પકડીને તુરંત આમ જનતા વચ્ચે સજા અપાય અને એટલા જ માટે જ અમારી સંસ્થા દુર્ગા વાહિનીએ આ પ્રકારે આરોપીને સજા આપવા માંગણી કરેલ છે. આ માંગણી સમાજની દરેક મહિલાઓની વેદનાને વાંચા આપનાર છે ભારતનો સમગ્ર મહિલા સમાજ આ માંગણી સાથે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.