જમવા જેવી નજીવી બાબતે પત્નીને મોતને ઘાટ ઉતારી દેતો નરાધમ પતિ

જમવા જેવી નજીવી બાબતે ધોકા વડે ફટકારી મોતને ઘાટ ઉતારી

જેતપૂર તાલુકાના મેવાસા ગામની સીમમાં જમવા જેવી નજીવી બાબતે પરપ્રાંતીય શખ્સે લાકડાના ધોકા ફટકારી પત્નીને મોતને ઘાટ ઉતાર્યાની પોલીસમા ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાનાં વતની અને હાલ જેતપૂર તાલુકાના મેવાસા ગામે ભીખુભાઈ ચુનીભાઈ ત્રાપસીયા નામના ખેડુતની વાડીએ મજૂરી કામ કરતા સોમારીબેન નામની પરિણીતાને તેના પતિ રામસીંગ મુલારવાભાઈ માનઠાકુર નામના શખ્સે ધોકા વડે મારમારી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વિરપૂર પોલીસે વાડી માલીક ભીખુભાઈ ચુનીભાઈ ત્રાપસીયા નામના ખેડુતની ફરિયાદ પરથી મૃતકના પતિ રામસીંગ સામે ગુનો નોંધી પીએસઆઈ આર.એ.ભોજાણીએ ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સોમારીબેન સાથે જમવા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રામસીંગ માનઠાકુર ધોકા વડે ફટકારી મોતને ઘાટ ઉતાર્યાનું ખૂલ્યું છે.

Loading...