સુરતના અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત દુ*ષ્ક*ર્મની ઘટના સામે આવી છે. અહીં નાનીના માનેલા ભાઈ સમાન એક નરાધમે માત્ર ૧૨ વર્ષની સગીર વયની ભત્રીજી પર બે વખત બ*ળા*ત્કાર ગુજારતા કિશોરી ગર્ભવતી બની છે. આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે અને પીડિત કિશોરીના ગ*ર્ભપા*ત માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરોલીના કોસાડ આવાસની બિલ્ડિંગમાં રહેતો ૪૦ વર્ષીય રબીઉલ મઝત શેખ જંતુનાશક દવાના વેચાણનો ધંધો કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં શ્રમજીવી પરિવારની ૧૨ વર્ષીય દીકરી તેના ઘરે ઉંદર મારવાની દવા લેવા ગઈ હતી. આ સમયે હવસખોર આરોપી રબીઉલની દાનત બગડી હતી. તેણે કિશોરીની ઉંમરનો લાભ ઉઠાવી તેને રૂમમાં બોલાવી દરવાજો બંધ કરી દીધો હતો અને તેણીની મરજી વિરુદ્ધ બે વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુ*ષ્ક*ર્મ આચર્યું હતું. આ ભયાવહ ઘટના બાદ કિશોરીએ ડરના કારણે કોઈને આ વાતની જાણ કરી ન હતી.
જોકે, છેલ્લા એકાદ મહિનાથી કિશોરીનું માસિક બંધ થઇ જતાં અને પેટમાં દુખાવો થવા લાગતા તેણે પરિવારજનોને આ અંગે જણાવ્યું હતું. ચિંતિત બનેલી માતાએ દીકરીને તાત્કાલિક તબીબ પાસે તપાસ કરાવતા ડોક્ટરોએ તે ગર્ભવતી હોવાનું નિદાન કરતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
દીકરી ગર્ભવતી હોવા અંગે વાલીએ તેને પ્રેમથી પૂછપરછ કરતા તેણે પોતાની સાથે થયેલા કુકર્મ અને આરોપી રબીઉલ શેખ દ્વારા ગુજારવામાં આવેલા બ*ળા*ત્કાર અંગે સમગ્ર હકીકત જણાવી હતી. આ હૃદયદ્રાવક અને આઘાતજનક હકીકત જાણ્યા બાદ બાળકીના પિતાએ જરા પણ વિલંબ કર્યા વિના અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી આરોપી રબીઉલ મઝત શેખ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
કિશોરી પાસેથી સંપૂર્ણ હકીકત જાણ્યા બાદ અમરોલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપી રબીઉલ મઝત શેખને ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિત કિશોરીને આશરે ૯ અઠવાડિયા (લગભગ બે માસ) નો ગર્ભ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને પીડિત કિશોરીના ભવિષ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેના ગ*ર્ભપા*ત માટેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બે માસ સુધીના ગર્ભના કિસ્સામાં સામાન્ય રીતે ડોક્ટરોના રિપોર્ટના આધારે ગ*ર્ભપા*તની મંજૂરી મળી જતી હોય છે. જોકે, નવ અઠવાડિયાનો ગર્ભ હોવાથી આ મામલે ડોક્ટરોની કમિટી દ્વારા પીડિતાના સ્વાસ્થ્ય અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે જરૂર જણાય તો કોર્ટની મંજૂરી મેળવીને ગ*ર્ભપા*તની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ખાસ કરીને દુ*ષ્ક*ર્મ પીડિતાના જીવને જોખમ હોય તેવા કિસ્સામાં કોર્ટની મંજૂરી ફરજિયાત લેવી પડે છે. હાલ તો આરોપી જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયો છે અને પીડિતાને ન્યાય અપાવવા તથા તેના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય