નરાધમ પતિ: ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને પાણીના ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દીધી !!

ચારિત્ર્ય અંગે શંકા કરી ત્રાસ આપી અવાર નવાર માર મારતા હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ બનેવી સામે નોંધાવી ફરિયાદ

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના ઢસા ગામે ચારિત્ર્યની શંકાએ પતિએ પત્નીને પાણીના ટાંકામાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના ભાઈએ બનેવી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઢસા ગામના શંકરાપરા વિસ્તારમાં રહેતી સફીયાબહેન નામની ૩૧ વર્ષિય પરિણીતાને તેના પતિ આશીફભાઈ કાદરભાઈ કુનાણી નામના શખ્સે પાણીના ટાંકામાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના બોટાદ ખાતે રહેતા ભાઈ અહેમદભાઈ હારૂનભાઈ ગબેરીયા ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સફીયાબહેનના વર્ષ ૨૦૦૮માં આસીફ હુનાણી સાથે લગ્ન થયેલા લગ્ન જીવનથી સંતાનમાં બે પુત્ર છે. છેલ્લા ઘણા સમયથી પતિ આસીફ કુનાણી દ્વારા ચારિત્ર્ય અંગે શંકા કરી અવાર નવાર ત્રાસ આપી મારમારતાં હોય તેવી માતા પિતા અને તેની ભાભીને જણાવતા પરંતુ બહેન સફીયાને સમજાવી પોતાની સાસરીયામાં મોકલી હતી.

ફરિયાદી અહેમદભાઈ રાજકોટ ખાતે યાર્ડમાં કામ પર હતા ત્યારે તેના પતિનો ફોન આવેલો કે સફીયાબહેન પાણીના ટાંકામાં પડી ગયા છે આથી અમો પરિવાર સાથે ગઢડા ખાતેની હોસ્પિટલે ગયા અને પી.એમ. રિપોર્ટ કરાવેલું અને પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યાનું જણાવ્યું હતુ. ઢસા પોલીસ મથકનો સ્ટાફ મૃતકના પતિ સામે ગુનો નોંધી પી.આઈ. ડી.વી.વાલાણી સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.