- 2022માં સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં મોરબી પોકસો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો
- 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદ અને રૂ. 35,100/- દંડની સજા
- પીડિતાને 4 લાખનું વળતર ચુકવવા કરાયો આદેશ
2022માં સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં મોરબી પોકસો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો કરવામાં આવ્યો હતો. 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદ અને રૂ. 35,100/- દંડની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત પીડિતાને 4 લાખનું વળતર ચુકવવા આદેશ કરાયો છે.
અનુસાર માહિતી મુજબ, મોરબી શહેરમાં વર્ષ 2022માં સગીરા સાથે દુ-ષ્કર્મના બનાવમાં મોરબી પોકસો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં સગીરાની એકલતાનો લાભ લઈને નરાધમે દુ-ષ્કર્મ આચર્યુ હતું, જે કેસમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને મોરબીની વિશેષ પોકસો કોર્ટ દ્વારા નરાધમ આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો છે, આ સાથે ભોગ બનનારને સરકાર તરફી વળતર ચૂકવવા પણ આદેશ કરાયો છે.
કેસની ટુક વિગત અનુસાર મોરબીમાં વર્ષ 2022માં બનેલ બનાવમાં માત્ર 15 વર્ષીય સગીર ઉમર ધરાવતી દીકરી ઘરમાં એકલી હતી ત્યારે ધરની સામે રહેતા નરાધમે ઘરમાં પ્રવેશ કરી સગીરા તેમજ તેના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુ-ષ્કર્મ આચર્યું હતું, ત્યારે બનાવ અંગે હતપ્રત થઈ ગયેલ સગીરાએ પ્રથમ પાડોશી મહિલાઓને સમગ્ર બનાવ અંગે જાણ કર્યા બાદ પિતા અને ભાઈને વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્ત કેસની મોરબી વિશેષ પોકસો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે સરકારી વકીલ દ્વારા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા તથા લેખિત અને મૌખિત કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખી ચુકાદો આપતા આદેશ ફરમાવ્યો કે નરાધમ આરોપીને આજીવન સખત કેદ અને રૂ. 35,100/- દંડની સજા કરવામાં આવી છે, આ ઉપરાંત ભોગ બનનારને ગુજરાત સરકારના વળતર આપવાની જોગવાઈ અનુસાર રૂ.4 લાખ તેમજ આરોપીને કરવામાં આવેલ દંડ એમ કુલ 4,35,100 /- રૂપિયા ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.