નરેન્દ્ર મોદી 27મીએ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને કરશે લોન્ચ

યોજના હેઠળ દરેક લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે, જેમાં વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય રેકોર્ડ હશે

અબતક, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે એક મોટી યોજનાની શરૂઆત કરવાના છે. તેમાં દરેક ભારતીયને યુનિક હેલ્થ આઇડી મળશે. પીએમ મોદી 27મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કરશે. સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ તેની માહિતી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર એટલે કે સોમવારે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરશે. જો કે તેનું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે જાણકારી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની રાષ્ટ્રવ્યાપી રોલઆઉટની જાહેરાત કરશે. જે હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે. જેમાં વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય રેકોર્ડ હશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વાસ્થ્ય સેવા વધુ સારી બનાવવા માટે પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી હતી. જે હેઠળ 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગઉઇંખ ને પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે લોન્ચ કરવામાં આવ્યો હતો.

શું છે આ હેલ્થ આઈડી?

ડિજિટલ હેલ્થ મિશનનો હેતુ લોકોને વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાનો છે. આ મિશન હેઠળ દરેક વ્યક્તિનું એક હેલ્થ આઈડી બનશે. હેલ્થ આઈડી બનાવડાવાનો વિકલ્પ પસંદ કરવા પર, લાભાર્થીનું નામ, જન્મનું વર્ષ, લિંગ, મોબાઈલ નંબર અને એડ્રસની માહિતી ભેગી કરાય છે. ત્યારબાદ હેલ્થ આઈડી બને છે.

હેલ્થ આઇડીથી શુ ફાયદા થશે?

હેલ્થ હાઈડીની મદદથી કોઈ પણ વ્યક્તિના પર્સનલ હેલ્થનો રેકોર્ડ રાખવામાં આવશે. આ રેકોર્ડને ડોક્ટર વ્યક્તિની સહમતિથી દેખાડી શકશે. જેમાં વ્યક્તિના ડોક્ટરો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને લેબ જેવા તમામ રેકોર્ડ્સ હશે.
તેના દ્વારા જો કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર તેની હેલ્થ આઈડીની મદદથી એ જાણી લેશે કે તેણે ક્યારે ક્યારે ડોક્ટરને દેખાડ્યું છે અને સાથે સાથે તેણે ક્યારે કઈ દવાઓ લીધી છે અને તેને કઈ બીમારી અગાઉ થઈ ચૂકી છે.