Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું જીએનએફસીની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  જીએનએફસીની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસ પ્રેરિત રાજનીતિએ, ડેવલોપમેન્ટ ડ્રીવન પોલિટિક્સે પોઝિટીવ રિઝલ્ટ આપ્યાં છે. વડાપ્રધાને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાકાર થાય તેવી દિશા ચીંધી છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડે એ દિશામાં ચાલી પોતાના ગ્રોથ-વિકાસનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ-જીએનએફસીની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કર્યુ હતું.

વડાપ્રધાને કરાવેલી 100 ટકા નીમ કોટેડ યુરિયાની પહેલનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જીએનએફસીને સ્વસહાય જુથની મહિલા દ્વારા નીમ સીડ કલેકશન અને નીમ ઓઇલ ઉત્પાદનની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવાનું સૂચન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જીએનએફસીની 47 વર્ષની વિકાસ યાત્રા ગ્રોથ સ્ટોરીને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કુલ જરૂરિયાતનું ર0 ટકા યુરિયા જીએનએફસી દ્વારા પુરૂં પાડવામાં આવે છે.

ગત નાણાકીય વર્ષે જીએનએફસી દ્વારા શેરધારકોને હાઇએસ્ટ ડિવીડન્ડ આપવામાં આવ્યું છે, ઉપરાંત જીએનએફસી એ હાઇએસ્ટ રેવન્યુ જનરેટ કર્યુ છે.  આ પ્રસંગે જીએનએફસીના ચેરમેન  વિપુલ મિત્રાએ જીએનએફસી ની 47 વર્ષની ગ્રોથ સ્ટોરીમાં રાજ્ય સરકારના સહકાર અને સહયોગની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.