Abtak Media Google News

આરાધના તેમજ પૂજન, સંતો-મહંતો ખડદર્શન તેમજ મહાપ્રસાદ

ચોટીલા થી રાજકોટ તરફ હાઇવે ઉપર 5 કિલોમીટર દુર અઢારેય કામનું શ્રધ્ધા અને આસ્થાનુ કેન્દ્ર એવુ સુપ્રધિ ધર્મસ્થાન એટલે  આપાગીગાનો ઓટલો ,  આપાગીગાના ઓટલા ખાતે તા . 1-7 અને શુક્રવાર ને અષાઢી બીજની દિવ્યાથી દિવ્ય અને ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે

આપાગીગાના ઓટલા મહંત છે નરેન્દ્રબાપુ ગુરુ   જીવરાજ બાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા જણાવવામાં આવે છે કે ભારતીય સંસ્કૃતીમાં તેહવારોનુ ખુબજ અનેરૂ મહત્વ હોય છે .

જેમાં પણ અષાઢી બીજ સમગ્ર દેશભરમાં ખુબજ ધામધુમથી ઉજવવાની આદી – અનાદી કાળથી પરમ્પરા ચાલી આવે છે.

આવા પવિત્ર અષાઢી બીજના દિવસની રંગેચંગે ઉજવણી  આપાગીગના ઓટલાના સ્થાપનથી દર વર્ષે શ્રધ્ધા પૂર્વક ઉજવવામાં આવે છે આ વખતે ઇશ્વરની કૃપા થતા અને કોરોના કાળનો સમય પૂર્ણ થતા શ્રી આપાગીગાના ઓટલે અષાઢી બીજની અભૂતપૂર્વ રીતે ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યુ છે.

આપાગીગાના ઓટલ તા.1 શુક્રવાર અને આઢી બીજના દિવસે સવારે 9-00 વાગ્યે 52 બાવન વીર 64 ચોષઠ જોગણી 9  નવનાથ 84 ચોરયાસી સિધ્ધ અને 33 કોટી દેવી – દેવતાઓના પૂ . ગુરુદેવ  જીવરાજ બાપુ ગુરૂશ્રી શામજીબાપુના સંત સ્મરણો સાથે  રામદેવપીરજીનુ વિદવાન બ્રાહ્મણો દ્વારા આરાધના તેમજ પુજન કરવામાં આવશે . બહાર ગામથી પધારેલા સંતો મહંતો તેમજ રમતા પંચનાસાધુઓ તેમજ ખડદર્શન સાધુઓ વિગેરેને અમારી પરંપરાઓ મુજબ ભેટપુજાઓ પણ દરેક સાધુઓને આપવામાં આવશે .

બપોરે સાધુ – સંતોની અલગ પંગતની વ્યવસ્થાઓ કરાવમાં આવશે તેમજ બપોરે જમણવારમાં શુધ્ધ ઘીની મીઠાઇઓ  રામદેવપીરજી મહારાજની ખીર તેમજ ફરસાણ , દાળ – ભાત , ભજીયા , બે શાક , રોટલી વગેરે નો મહાપ્રસાદ પીરસવામાં આવશે . આ સ્થાન પર છેલ્લા એક દસકાથી દરેક સમાજના લોકો માટે 24 કલાક રહેવા તથા જમવાની નાસ્તાની વિગેરે સુવિધાઓ કોઇપણ પ્રકારના જ્ઞાતિ – જાતિના ભેદભાવ વગર સંપૂર્ણ પણે વિનામૂલ્યે આપવામાં આવે છે. અષાઢી બીજ મહોત્વસની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવાનું નકકી થતા  આપસોને શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુ (નરેન્દ્રભાઈ સોલંકી)નું આપસૌને હૃદય પૂર્વકનું નિમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.