- જી-સફલ, જી-મૈત્રી યોજના અને સખી સહાય યોજનાનો આરંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: નવસારીમાં જનસભા સંબોધી
વિશ્ર્વ મહિલા દિન નિમિતે આજે નવસારીમાં લખપતિ દીદી સંમેલન યોજાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉ5સ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે રપ હજારથી વધુ સ્વ સહાય જુથની 2.50 લાખથી વધુ મહિલાઓને રૂ. 450 કરોડની સહાય અર્પણ કરી હતી. અત્યોદય પરિવારોની સ્વસહાય જુથની મહિલાઓને નાણાકીય સહાય જુથની મહિલાઓને નાણાકીય સહાય માટે જી સફલ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટ અપને નાણાકીય સહાય માટેની જી-મૈત્રી યોજનાનું લોન્ચીંગ કર્યુ હતું. વડાપ્રધાને નવસારીમાં જાહેરસભાને સંબોધી હતી. નારી શકિતને નત મસ્તક બની નમન કર્યા હતા.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની અધ્યક્ષતામાં નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરીને આર્થિક રીતે પગભર કરવા અને તેમનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ ‘લખપતિ દીદી યોજના’નો આરંભ કરાવ્યો હતો. લખપતિ દીદી એ સ્વસહાય જૂથની મહિલા સભ્યો છે, જેઓ મહિલા સ્વાવલંબન થકી આવકના વિવિધ સ્ત્રોત જેવા કે કૃષિ, પશુપાલન, લઘુ ઉદ્યોગ વગેરેમાંથી માસિક રૂ. 10,000 કે તેથી વધુની આવક અને વાર્ષિક ₹1 લાખ કે તેથી વધુ આવક મેળવે છે.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના 25 હજાર સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને રૂ. 450 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આપી હતી.
નવસારીમાં વાંસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી સંમેલનમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખ મહિલાઓ ભાગ લીધો હતો. આ મહિલાઓમાં મોટાભાગે સ્વસહાય જૂથોની સભ્ય મહિલાઓ, જેઓ લખપતિ દીદી બની છે અથવા તો બનવાની ઇચ્છા ધરાવે છે, તેઓ સામેલ થયા હતા. 10 લખપતિ દીદીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કર્યા હતાં. અને 5 લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરી હતી. આ ઉપરાંત, ગુજરાતમાં લખપતિ દીદી યોજના અંતર્ગત જે પ્રગતિ થઈ છે, તે દર્શાવતી એક ફિલ્મ પણ કાર્યક્રમ દરમિયાન નિહાળી હતી. બે મહત્વપૂર્ણ રાજ્ય વિશિષ્ટ યોજનાઓ પણ લોન્ચ કરવામાંઆવી હતી.
અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાંકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ આપવા માટે છે.
ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી-મૈત્રી યોજના ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ લોન્ચ કરવામાં આવશે. ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ આજીવિકા-કેન્દ્રિત સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે રૂ. 50 કરોડ ફાળવ્યા છે. આ યોજનાથી ગુજરાતમાં 10 લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ માટે સક્ષમ બનાવવામાં આવશે.
આ આયોજમાં સામાજિક ઉદ્યમોને નવા સ્ટાર્ટઅપ અને વૃદ્ધિશીલ સ્ટાર્ટઅપ કેટેગરીમાં પ્રોત્સાહન સહાય આપવામાં આવશે, જી-મૈત્રી હેઠળ ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે આજીવિકાને સક્ષમ કરતા નફાકારક અને બિનનફાકારક સામાજિક ઉદ્યમો ભાગ લઇ શકે છે. સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા 5 વર્ષમાં 150થી વધુ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે. સીડ સ્ટાર્ટ અપ માટે રૂ. 20 લાખ અને સ્કેલ સ્ટાર્ટ અપ માટે રૂ. 30 લાખ સુધીની સહાય, ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભર માધ્યમો દ્વારા ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળશે, વર્કશોપ અને તાલીમ દ્વારા વ્યાપક ઇકોસિસ્ટમની ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવશે,
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને તેમજ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલેકે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરી છે.