Abtak Media Google News

કોરોનાકાળમાં અનેક એવી દુખભરી સ્ટોરી સામે આવી હતી જે જોઇને દુનિયા રડવા મજબૂર બની હતી. સોશિયલ મીડિયા પર આસામની નિહારિકા દાસ નામની મહિલાની તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં તે પોતાના કોરોનાગ્રસ્ત સસરા તુલેશ્વર દાસને ખભા પર તેડીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અભિનેત્રી એઇમી બારુઆએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ તસવીર શેર કરી હતી જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ તસવીર શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે આજે મહિલાની શક્તિ જોવા મળી. આસામના રાહામાં રહેતી નિહારિકા દાસે પોતાના કોરોનાગ્રસ્ત સસરાને ખભા પર તેડીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે બાદમાં નિહારિકા દાસ પણ કોરોના પોઝિટિવ થયા હતા, હું પ્રાર્થના કરું છું કે આ અન્યો માટે પ્રેરણા આપનારી આ મહિલા ઝડપથી સાજી થશે.

આસામના નાગોનમાં રાહા વિસ્તારમાં રહેતા અને સોપારીનું કામ કરતાં તુલેશ્વરને 2 જુને કોવિડ-19ના લક્ષણો સામે આવ્યા હતા. સૌપ્રથમ તુલેશ્વરની પુત્રવધુ નિહારીકાએ ઓટો રિક્ષા બોલાવી હતી જો કે સાંકળી શેરીમાં રિક્ષા આવી ન શકતાં અંતે તેણીએ પોતાના સસરાને પોતાના ખભા પર તેડી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન નિહારિકાએ જણાવ્યું કે મારા સસરાની તબિયત વધુ ખરાબ હતી. તેઓ ઉભા પણ રહી શકતાં ન હતા. માતા પતિ કામથી સિલિગુરી ગયા હતા. આથી મારી પાસે બીજો કોઇ રસ્તો ન હતો. અમારા ઘરની શેરીઓ એટલી સાંકળી છે કે ત્યાં ઓટો રીક્ષા આવી શકે તેમ ન હતી.

નિહારીકાએ વધુમાં જણાવ્યું કે નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તેમના સસરાને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે જે 21 કિમી દૂર આવેલી હતી. સસરાની તબિયત વધુ ખરાબ હતી અને આ હોસ્પિટલમાં કોઇ એમ્બ્યુલન્સની કોઇ વ્યવસ્થા ન હતી આથી છ વર્ષના પુત્રની માતા નિહારીકાએ ફરી પોતાના સસરાને ખભા પર તેડ્યા અને રિક્ષા સ્ટેન્ડ સુધી લાવ્યા હતા. અહીં થોડી રાહ જોયા બાદ તેઓને કારની વ્યવસ્થા થઇ હતી.

નિહારીકાનું કહેવું છે કે કપરા સમયમાં અમારી મદદે કોઇ આગળ આવ્યું નહીં અને હું પ્રાર્થના કરું છું કે આવી પરિસ્થિતિ કોઇન ન થાય. જો કે હાલ સોશિયલ મીડિયા પર નિહારીકા દાસની તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. યૂઝર્સ કોમેન્ટ કરી નારી શક્તિનું ઉદાહરણ આપી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.