Abtak Media Google News

સ્ત્રીનો ઉપકાર આપણે તો શું ભગવાન પણ ચૂકવી શક્યા નથી. સ્ત્રી એટલે બુધ્ધિથી વિચારીએ તો સમજ બહારનું વ્યક્તિત્વ અને જો પ્રેમથી વિચારીએ તો સરળ અસ્તિત્વ લોકો કહે છે. સ્ત્રીનું કોઇ જ ઘર નથી હોતું પરંતુ હકીકત એ છે કે સ્ત્રી વિનાનું કોઇ ઘર નથી હોતું.

સ્ત્રી અને કિસ્મત હેરાન કરે છે પરંતુ જ્યારે સાથ આપે છે ત્યારે જીંદગી બનાવી દે છે. એક સ્ત્રી જ્યારે બીમાર પડે છે. ત્યારે એને એની તબીયત કરતા વધારે ચિંતા એના પરિવારજનોના ભોજનની હોય છે. કોઇપણ સ્ત્રી તમારી સાથે પોતે સ્ત્રી હોવાના ભયથી મુક્તિ અનુભવે તો સમજી લોકો તેનો અને તમારો સંબંધ બધા કરતા વધારે પવિત્ર છે.

સ્ત્રી એક એવું પાત્ર છે કે પોતાની પસંદગીથી નહીં પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવતી હોય છે. સરળ ભાષા સ્ત્રી એટલે અગરબત્તી જેમાં આગ પણ છે, ધીરજ પણ છે, સહનશીલતા પણ છે અને તેનામાં પોતાની જાતને ધીમે-ધીમે બાળી સમગ્ર પરિવારને સુંગધીત કરવાની તાકાત છે. મહિલા અને મીઠું બંને વચ્ચે ગજબની સામ્યતા છે. તેઓની હાજરીની ભાગ્યે જ નોંધ લેવાય છે. પરંતુ તેઓની ગેરહાજરીથી સઘળું બે સ્વાદ થઇ જાય છે.

માં એ જન્મ આપ્યો, દાદીએ લાડ લડાવ્યા, કોઇએ રૂડુ નામ પાડ્યુ બહેને રક્ષા માટે રાખડી બાંધી, કાકી-મામી-માસીએ વાત્સાલ્ય આપ્યું, મિત્રોએ નખરા શિખવાડ્યા પત્નિએ જીવનરાહમાં સહવાસ આપ્યો, દિકરીએ જીવનને ઉપવન બનાવીને મહેકાવ્યું.

સ્ત્રી એ ત્યાગની પ્રતિમા છે. જો બહેન છે તો પ્રેમનું દર્પણ, જો પત્નિ છે તો ખુદનું સમર્પણ, જો ભાભી છે તો ભાવનાનો ભંડાર, જો મામી છે તો સ્નેહનો સત્કાર, જો કાકી છે તો કર્તવ્યની સાધના, અને જો માં છે તો સાક્ષાત પરમાત્મા. સ્ત્રી એક એવું પાત્ર છે કે જે કોઇની બહેન છે, દિકરી છે, પત્નિ છે, ભાભી છે, મામી છે, માસી છે, ફોઇ છે, કાકી છે, માં છે, દાદી પણ છે ને નાની પણ છે. એક મજાની સહેલી બનીને જીવે છે. ઇશ્ર્વરે કેટલો વિશ્ર્વાસ મૂક્યો છે. આખરે તો દરેક બાળકની જન્મદાતા માં છે.

મહિલા અને મીઠું

મહિલા અને મીઠું બંને વચ્ચે ગજબની સામ્યતા છે તેઓની હાજરીની ભાગ્યે જ નોંધ લેવાય છે. પરંતુ તેઓની ગેર હાજરીથી સઘળું બે સ્વાદ થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.