ભરૂચ પાસે નર્મદા નદી વોર્નિંગ લેવલ ક્રોસ થવાની તૈયારીમાં : 20 ગામોને એલર્ટ કરાયા

આજે નર્મદા ડેમના 26 દરવાજા ખોલાતા ઉનાળામાં કોરીકટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ડેમના દરવાજા ખોલાતા હાલ નદીની સપાટી સતત વધી રહે છે. તો બીજી તરફ, નદીની સપાટી ભયજનક લેવલ પર આગળ વધી રહી હોય તેવુ પણ કહી શકાય. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વોર્નિગ લેવલ વટાવ્યું છે. નર્મદા નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે.