નસવાડી સરકારી અનાજના જથ્થામાં ગોડાઉનમાં મોટું કૌભાંડ આવ્યું સામે

નસવાડીના સરકારી સસ્તા અનાજના જથ્થામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. નસવાડીના સસ્તા અનાજના ગોડાઉનના જુના મેનેજર નિવૃત થતાં નવા આવેલા મેનેજરે અનાજનો જથ્થો ચેક કરતા અનાજનો જથ્થામાં મોટાપાયે ઘટ જણાઇ હતી. જેથી પુરવઠા અધિકારીએ ગોડાઉન સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પુરવઠા અધિકારીએ તપાસ કરતા ગોડાઉનમાંથી ઘઉંની 2650 બોરી, ચોખાની 1600 બોરી ઓછી જણાઇ હતી.ગોડાઉન મેનેજર રિટાર્યડ થતા નવા ગોડાઉન મેનેજરને ચાર્જ સોપવાનો હતો. જોકે તે પહેલા અનાજની ગણતરી હાથ ધરતા અનાજના જથ્થાની ઘટ જોવા મળી હતી. જે જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન સીલ કર્યુ છે.