રાષ્ટ્રીય કોંગ્રેસનાં નેતાની પત્ની સામે સરકારી નાણાં ઓળવ્યાનો આરોપ : બિનજામીન લાયક વોરંટ ઇસ્યુ

બીપી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ ના પત્ની સામે ટ્રસ્ટના વહીવટમાં સરકારી ગ્રાન્ટ નો દુરુપયોગ અને ઉચાપત અંગે નો મામલો નોંધાતા બિનજામીન લાયક વોરંટ ઈસ્યુ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે

ઉત્તર પ્રદેશના ફરુખાબાદ માં સ્થાનિક તપાસનીશ એજન્સી દ્વારા સલમાન ખુર્શીદ ના ધર્મ પત્ની લુંઇસ ખુર્શીદ સામે ડોક્ટર ઝાકીર હુસેન મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સરકારી ગ્રાંટના રૂપિયા 71 લાખ મેળવી લીધા બાદ તેનો ઉપયોગ ન કરી ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે માર્ચ ,2020 માં સલમાન ખુર્શીદ ના ધર્મ પત્ની ના ટ્રસ્ટ દ્વારા વિકલાંગોને સાધન-સહાય વિલચેર ટ્રાઇસિકલ અને કાનમાં સાંભળનારના સંસાધનો માટે 71.50લાખ રૂપિયારૂપિયા મેળવી ઉત્તર પ્રદેશના 11 જિલ્લાના લાભાર્થીઓને સાધન-સહાય નો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો આ પ્રોજેક્ટમાં ગેરરીતિ થઈ હોવાની આશંકાએ અધિકારીઓએ 2017ની જૂન મહિનામાં તપાસ શરૂ કરી હતી અને રામ શંકર યાદવ નામના અધિકારીએ લુઇસ ખુરશી અને તેમના સાથીદાર મારુતિ સામે કલ્યાણ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

સલમાન ખુર્શીદ ના ધર્મ પત્ની હીશત ખુરશી આ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે હતા તેમની સામે ડિસેમ્બર 2019માં વિધિવત ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી કેન્દ્ર સરકારની દિવ્યાંગોને સહાય અને ઉત્કર્ષ માટેની યોજના અંતર્ગત રૂપિયા મેળવીને વિકલાંગો સુધી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે એક ડઝન જેટલા જિલ્લાઓમાં સાધન સહાય વિતરણ કેમ યો હતો જોકે ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને જરૂરી ચીજવસ્તુઓ ન પહોંચાડી કૌભાંડ આચર્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના દિગ્ગજ નેતા ના ધર્મ પત્ની સામે થયેલા આ કેસને લઈને અદાલતે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું છે.