Abtak Media Google News
  • નવા દર 31 એપ્રિલ 2025 સુધી લાગુ રહેશે: બસ અને ટ્રક પર રૂ. 15નો વધારો જયારે એચસીએમ અને ઈએસઈ વાહનો પર પણ સિંગલ પ્રવાસ માટેનો દર રૂ. 15 વધારાયો છે અને ઓવરસાઈઝ્ડ વાહનો પરના દરમાં રૂ. 25 વધારાયો કરાયો

એકબાજુ દેશ જ્યાં ચૂંટણી પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જનતાને એક મોટો ઝટકો આપ્યો છે. દેશભરમાં ટોલ ટેક્સમાં 5 ટકાનો વધારો ઝીંક્યો છે. એનએચએઆઈએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે આજથી વાહનચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5 ટકા વધુ ટેક્સ આપવો પડશે. હાઈવે યૂઝર ફી વાર્ષિક સંશોધન હેઠળ 1 એપ્રિલથી લાગૂ કરવાની હતી પરંતુ લોકસભા ચૂંટણીના કારણે આ વધારો ટાળવામાં આવ્યો હતો. એનએચએઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા દર આજથી જ લાગૂ થશે એટલે કે આજથી નવા ટોલ ટેક્સ લાગૂ થઈ ગયા. તેમણે કહ્યું કે ટોલ ફીને સંશોધિત કરવી એ વાર્ષિક કવાયતનો એક ભાગ છે જે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના આધારે મોંઘવારીમાં ફેરફાર સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું કે નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યૂઝર ફી બેસ્ડ પ્લાઝા છે જેના પર રાષ્ટ્રીય રાજમાર્ગ ટેક્સ નિયમ 2008 મુજબ યૂઝર ફી લેવાય છે. તેમાંથી લગભગ 675 પબ્લિક ફંડેડ છે અને 180 ક્ધસેશનર્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ટોલ ટેક્સમાં 3થી 5 ટકા સુધીનો વધારો લાગૂ કરાયો છે.

ચૂંટણી દરમિયાન ટોલ દરોમાં સંશોધનને ટાળવામાં આવ્યું હતું. પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આથી આ દરો આજથી લાગુ થઇ ગયા છે.

આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે

ટોલ ટેક્સ એક એવો ટેક્સ છે જે વાહન ચાલકોએ કેટલાક ઈન્ટરસ્ટેટ એક્સપ્રેસ વે, નેશનલ અને સ્ટેટ હાઈવે પર પસાર થતા ભરવો પડે છે. હેઠળ તેઓ આવે છે જો કે દ્વિચક્કી વાહનોને તેમાં છૂટ મળેલી છે. વિપક્ષી દળો અને અનેક વાહનચાલકો ટોલ ટેક્સમાં થતા વાર્ષિક વધારાનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે તેનાથી જરૂરી વસ્તુઓનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે અને મુસાફરો પર બોજો પડે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.