રાષ્ટ્રીય મુદો સહમતિથી ઉકેલવો જરૂરી: સુપ્રીમ

કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનનો મામલો

સરકાર, ખેડુતો સાથે બેસી ઉકેલ લાવે: સુપ્રીમનું સૂચન: સુપ્રીમે ખેડુત સંગઠનોને નોટિસ આપી: ગૂરૂવારે વધુ સુનાવણી

કુષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૨૦ દિવસથી ચાલતા આંદોલન અંગે સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી અરજીનાં સંદર્ભે અદાલતની બેંચે જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય મુદે સહમતિથી ઉકેલ લાવવો જોઈએ સરકાર અનેખેડુતો સમિતિ બનાવી સાથે બેસી ઉકેલ લાવે આ અંગે સુપ્રીમ કોર્ટે ખેડુત સંગઠનોને નોટિસ આપી છે અને આ અંગેની વિશેષ સુનાવણી તા.૧૭ને ગૂરૂવારે રાખી છે. ૨૦ દિવસથી ચાલતા ખેડુતોની હડતાલ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી જાહેર હિતની અરજીમાં પ્રદર્શન કરનારાઓને માર્ગો પરથી હટાવવા દાદ માગવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોર્ટ ખેડુતોની વાત પણ સાંભળવા માગે છે. આથી આ મામલે ખેડુતો સંગઠનોને પણ નોટિસ આપવામાં આવી છે. સાથે સાથે અદાલતે સરકાર અને ખેડુતો અને અન્ય લાગતા વળગતાઓને સમિતિ બનાવી સહમતિથી ઉકેલ લાવવા જણાવ્યું છે.

ચીફ જસ્ટીસની આગેવાની હેઠળ સમિતિએ જણાવ્યું કે રાષ્ટ્રીય મુદે સહમતિથી ઉકેલ લાવવો જોઈએ એના માટે તાત્કાલીક સમિતિ બનાવી ચર્ચા વિચારણા કરવામાં આવે હવે આ મામલે આગળની સુનાવણી તા.૧૭ને ગુરૂવારે હાથ ધરવામાં આવશે અને આગળનો નિર્ણય લેવાશે. સુપ્રીમ કોર્ટે ખેડુત સંગઠનો સાથે કેન્દ્ર સરકાર, હરિયાણા સરકાર અને પંજાબ સરકારને પણ નોટિસ મોકલી છે.સુનાવણી દરમિયાન અરજી કરનારે સુપ્રીમ કોર્ટમાં શાહીનબાગ કેસનો હવાલો આપ્યો હતો. સુનાવણી વખતે ચીફ જસ્ટીસે જણાવ્યું કે શું તમે ઈચ્છો છો કે સરહદો ખોલી નાખવામાં આવે? તેના જવાબમાં વકીલે કહ્યું કે શાહીનબાગ કેસમાં અદાલતે કહેલું કે સડકો જામ થવી ન જોઈએ વારંવાર શાહીનબાગ કેસનો ઉલ્લેખ કરાતા ચીફ જસ્ટીસે વકીલને ટોકયા હતા અને જણાવ્યું કે ત્યાં કેટલા લોકોએ રસ્તો રોકયો હતો? કાનુન વ્યવસ્થા મામલે દાખલા આપી ન શકાય.ચીફ જસ્ટીસે સુનાવણી દરમિયાન પૂછયું કે શું ખેડુત સંગઠનોને પક્ષકાર બનાવાયા છે કે કેમ?

ખેડુતોને પણ સાંભળવા જરૂરી: સુપ્રીમ

ચીફ જસ્ટીસે સુનાવણી દરમિયાન કહ્યુ કે જે અરજી કરનારા છે. તેની પાસે કોઈ નકકર દલીલો નથી એવામાં રસ્તાકોણે બંધ કર્યા? જવાબમાં સોલીસીટર જનરલે જણાવ્યું કે ખેડુતો પ્રદર્શન કરી રહ્યા છે. અને દિલ્હી પોલીસે રસ્તા બંધ કર્યા છે. આ તકે ચીફ જસ્ટીસે જણાવ્યું કે જમીન પર તમે જ મુખ્ય પક્ષ છો. અદાલતે જણાવ્યું કે ખેડુતોનો પક્ષ પણ જાણવો જરૂરી છે સાથે સાથે સરકારનેણ પુછયું કે હજુ સુધી આ મામલે સમાધાન કેમ નથી થયું? અદાલતે ખેડુત સંગઠનોને નોટિસ આપી છે. અદાલતે વધુમાં જણાવ્યું છે કે આવા મુદે જલ્દી સમાધાન થવું જોઈએ.

ચીફ જસ્ટીસે વકીલને ટોકયા…

વકીલ જી.એસ.માણીએ અદાલતમાં જણાવ્યું કે હું ખેડુત પરિવારમાંથી આવું છું એટલે અપીલ કરી રહ્યો છું એટલે અદાલતે વકીલને જમીન બાબતે પૂછતો તેમણે જણાવ્યું કે તેમની જમીન તામિલનાડુમાં છે. આ તકે ચીફ જસ્ટીસે જણાવ્યું કે તામિલનાડુની સ્થિતિને પંજાબ અને હરિયાણા સાથે સરખાવી ન શકાય.