Abtak Media Google News

ટાટા ઇન્સ્ટિટયુટ ફોર જિનેટિકસ સોસા.ના પૂર્વ ડિરેકટર ડો.રાકેશ મિશ્રા સહિતના મહાનુભાવો રહેશે હાજર

રાજકોટની મલ્ટી ફેકલ્ટી ક્રાઇસ્ટ કોલેજ દ્વારા આવતીકાલે વિજ્ઞાન અને તકનીકી ના તાજેતરમાં પ્રવાહો ઉપર 13મો રાષ્ટ્રીય કક્ષાનો સાયન્સ સિમ્પોઝીયમ યોજવામાં આવનાર છે. જેમાં દેશભરની વિવિધ કોલેજો તથા યુનિવર્સિટીઓ ના યુ.જી. પી.જી. રિસર્ચ સ્કોલર્સ તથા પી.એચ.ડી. ના વિઘાર્થીઓ ભાગ લેનાર છે.આ સિમ્પોસિયમમાં તેઓ પોતાના સંશોધનો પોસ્ટર અને ઓરલ પ્રેજન્ટેશનના માઘ્યમથી રજુ કરશે.

આ સિમ્પોસિયમના મુખ્ય વકતા તરીકે ડો. રાકેશ મિશ્રા, ડાયરેકટર ટાટા ઇન્સ્ટિટયુટ ફોર જિનેટિકસ એન્ડ સોસાયટી, બેગ્લોર ભૂતપૂર્વ ડિરેકટર સીસીએમબી હૈદરાબાદ ઉ5સ્થિત રહેશે.મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. ગીરીશભાઇ ભીમાણી તથા અતિથિ વિશેષ પદે ડો. મેહુલભાઇ રૂપાણી, અધનધેન ડીન વિજ્ઞાન વિઘા શાખા, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ ઉ5સ્થિત રહેશે.

આ સમગ્ર આયોજન રાજકોટ ધર્મપ્રાંતના ધર્માઘ્યક્ષ બિશપ જોસ ચિટ્ટોપારામ્બિલના અઘ્યક્ષ સ્થાને કેમ્પસ ડાયરેકટર ફાધર (ડો.) જોમન થોમનાની કુશળ આગેવાની અને આચાર્યો ડો. ઇવોન ફર્નાન્ડિસનું માર્ગદર્શન પુરુ પડી રહેલ છે.

ક્ધવીનર ડો. ચાર્મી કોઠારી તથા કો- ક્ધવીનર ઉસ્માનગની તાબાણી અને સમગ્ર પ્રાઘ્યાપકર ગણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ વિગત માટે કોલેજની વેબસાઇટ https://www. ss. christ college rajkot. edu.in અથવા ક્ધવીનર ડો. ચાર્મી કોઠારી મો. નં. 94280 35583 તથા કો-ક્ધવીનર ઉસ્માનગની તાબાણી મો. નં. 98981 77646 નો સંપર્ક કરવા વિનંતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.