11મે એ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે અને આ દિવસને ‘ટેકનોલોજી ડે’ (National Technology Day) તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં 11 મેના દિવસને National Technology Day તરીકે ઉજવણીની શરૂઆત દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીએ કરી હતી. આ દિવસ સાથે એક ખૂબ જ વિશેષ ઇતિહાસ જોડાયેલો છે, જેમાં સમગ્ર વિશ્વમાં ભારતની તાકાત દર્શાવવામાં આવી છે અને કહ્યું છે કે, આપણે વૈજ્ઞાનના ક્ષેત્રમાં કેટલું પ્રગતિશીલ છીએ.તો ચાલો જાણીએ National Technology Dayના ઇતિહાસ અને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ વાતો વિશે…
National Technology Dayનો ઇતિહાસ
ભારતમાં દર વર્ષે 11મેના રોજ National Technology Day તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ 11 મે 1998ના રોજ શરૂ થયો હતો. 1998માં આ દિવસે, ભારતે રાજસ્થાનના પોખરણમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણમાં 5.3 રિક્ટરસ્કેલ પર ધરતીકંપના સ્પંદનો નોંધતા કુલ ત્રણ પરમાણુ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ સફળ પરમાણુ પરીક્ષણ બાદ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 11મેને દેશમાં National Technology Day તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
National Technology Day સંબંધિત કેટલીક ખાસ વાતો
11 મેના રોજ ઉજવવામાં આવતા National Technology Dayના દિવસે પ્રોદ્યોગિકી વિકાસ બોર્ડ તરફથી દર વર્ષે વૈજ્ઞાનિકોને તેમના યોગદાન માટે એવોર્ડ આપવામાં આવે છે. 11 મે 1988 ના રોજ DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગનાઈજેશન પણ સપાટીથી હવામાં વાર કરનારી શોર્ટ રેન્જ મિસાઈલ ત્રિશૂલનું પરીક્ષણ કર્યું હતું અને તેથી આ દિવસનું મહત્વ વધુ વધે છે. ભારતમાં National Technology Day વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રાલય દ્વારા દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય તકનીકી દિવસનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ માત્ર ભારતીયો માટે ગૌરવનો દિવસ નથી, પરંતુ વિશ્વમાં તેની તાકાત અને શક્તિ વિશે બતાવવાનો દિવસ પણ છે. આ દિવસ બતાવે છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ભારત પાછળ નથી અને આપણે આ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ.
પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ વિશેનો ઇતિહાસ
11 મે, 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાં ન્યૂક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ભારતનો બીજો ન્યૂક્લિયર ટેસ્ટ હતો. પોખરણ-II ટેસ્ટ માટે પાંચ ન્યૂક્લિયર ધમાકા કરવામાં આવ્યા હતા. તે સમયે ભારતના વડાપ્રધાન અટલ વિહારી વાજપેયી હતા. આ ન્યૂક્લિયર ટેસ્ટની કમાન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને એરોસ્પેસ એન્જિનિયર ડૉ. એપીજી અબ્દુલ કલામે સંભાળી હતી. દેશની આ સફળતાની ઉજવણી તરીકે જ દર વર્ષે 11 મેના રોજ ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે.
ભારતમાં સૌ પ્રથમ 11 મે, 1999ના રોજ નેશનલ ટેકનોલોજી ડે ઉજવવામાં આવ્યો હતો. કાઉન્સિલ ફોર ટેકનોલોજી ડેવલપમેન્ટ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં વર્ષ 1974માં સૌપ્રથમ ન્યૂક્લિયર ટેસ્ટ ‘સ્માઈલિંગ બુદ્ધા’ કરવામાં આવ્યું હતું. આ પછી ભારતે વર્ષ 1998માં બીજો ન્યૂક્લિયર ટેસ્ટ કર્યું હતું. જેનું કોડ નેમ ઓપરેશન શક્તિ હતું.
આજથી 2 દાયકા પહેલાં, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ નહોતું. પોખરણ પરમાણુ પરીક્ષણો દરમિયાન જે સંજોગો હતા, તેની સફળતાએ દેશનું માન સન્માન વિશ્વસ્તરે વધારી દીધુ હતું.
ભવિષ્યમાં, આગામી તકનીકી અને વૈજ્ઞાનિક કામગીરીમાં સમાન સ્તરે અને સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના વિઝન સાથે, ભારત આજે એટલે કે 11 મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની ઉજવણી દેશભરમાં કરે છે.
આ દિવસનું મહત્વ:
ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિની ઉજવણી: આ દિવસ ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિની ઉજવણી કરવાનો પ્રસંગ છે.
યુવાનોને પ્રેરિત કરે છે: આ દિવસ યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાની તક પણ છે.
દેશની સુરક્ષામાં ટેકનોલોજીની ભૂમિકાઃ આ દિવસ દેશની સુરક્ષામાં ટેકનોલોજીની મહત્વની ભૂમિકાની યાદ અપાવે છે.
સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવું: આ દિવસ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા અને દેશને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપે છે.
આ ખાસ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે:
સરકારી કાર્યક્રમો: સરકાર દ્વારા આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનું સન્માન, પ્રદર્શનો અને પરિસંવાદોનું આયોજન અને યુવાનો માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ ઇવેન્ટ : શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમોના સંગઠન સાથે કરવામાં આવે છે, જેમ કે વ્યાખ્યાનો, પ્રદર્શનો અને સ્પર્ધાઓ.
જનજાગૃતિ ઝુંબેશ : આ દિવસે સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશે જાગૃતિ વધારવા અભિયાન ચલાવવામાં આવે છે.
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ એ ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિનો એક મહત્વપૂર્ણ અવસર છે. આ દિવસ આપણને દેશના વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની મહત્વની ભૂમિકાની યાદ અપાવે છે અને યુવાનોને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપે છે.