Abtak Media Google News

ખેતર ને પાણી લાવે સમૃદ્ધિ તાણી કૃષિપ્રધાન ભારતમાં ખેતી લાયક જમીન અને પૂરતું માનવશ્રમ હોવા છતાં દસ વર્ષમાં એક-બે વાર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે વાવાઝોડાં જેવી કુદરતી આફતોના કારણે ખેડૂતોને મહેનતનું વળતર પણ મળતું નથી કૃષિ પેદાશોની અનિશ્ચિતતાના કારણે ખેતીને ઉદ્યોગ નગર જોવા મળતો નથી આપણી ખેતી સંપૂર્ણ પણે કુદરત પર નિર્ભર છે તેવા સંજોગોમાં હવે ત્યારે પરિવાર વિભાજનના કારણે ખેતી વધવાના બદલે સતત પણે ટુકડામાં વેચાતી જતી હોવાથી ખેતીમાં વધારે પડતો ખર્ચ પાલવે તેમ નથી અને ખેતી વગર પણ ચાલે તેમ નથી તેવા સંજોગોમાં સંપૂર્ણપણે ખર્ચ વગરની પ્રાકૃતિક ખેતી એકમાત્ર કૃષિ અને કૃષિ કારને સમૃદ્ધ બનાવી શકે તેમ છે જેવિક ખેતી થી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન વધતું હોવાથી પરંપરાગત ખેતી અને સંપૂર્ણપણે જેવી ખેતી માં પરિવર્તિત કરવી જોઈશે પ્રાકૃતિક ખેતી કરવા માટે જમીન વનસ્પતિ પ્રાણી હવા પાણી સૂર્યપ્રકાશ અને મહેનત ની આવશ્યકતા રહેશે અત્યારના આધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રે સતત પણે ચાલી રહેલા સંશોધનો અને કૃષિ પેદાશોની આવક અને ઉત્પાદન વધારવા માટે જે રીતે રસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે તેનાથી ખેતી નો ઉદ્ધાર થતો નથી ઉત્પાદન વધે છે પરંતુ તેનું સત્વ ઓછું થતું જાય ત્યારે ખેતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ સમયની માંગ છે ભારતીય ઋષિ પરંપરાથી આપણા કૃષિકારો માં ખેતી અને કૃષિક્ષેત્રનો સદીઓ જૂનો અનુભવ ભારતને અનેક રીતે ઉપયોગી થાય તેમ છે ત્યારે હવે પ્રાકૃતિક ખેતી તરફ વડવા સિવાય ઉધાર નથી પ્રાકૃતિક ખેતી માં ખૂબ જ વધુ પાણી અને રસાયણિક ખાતર કે સતત ખેતી કરવાની પણ જરૂર રહેતી નથી જેવિક સંતુલન થી ખેતી કરવાથી જમીનના મૂળભૂત પોષક તત્ત્વો જળવાઈ રહે છે અને અનાજ ઉત્પાદનમાં પણ જરૂરી પોષક તત્વોનો ભંડાર ભરેલો હોય છે અળસિયા સશભિંજ્ઞ કીડી અને સૂક્ષ્મ જીવો ખેતી અને ખેતરને જીવંત રાખે છે વનસ્પતિ હોય કે પ્રાણીઓ સૌ પોતપોતાની રીતે જીવવા માટે સમર્થ હોય છે અળસિયાનું સંવર્ધન અને દેશી ખાતરથી ખેતી ને જીવંત રાખવા થી મબલખ ઉત્પાદન સાથે સાથે ખરજ પણ ઘટે છે ત્યારે હવે ફરીથી આપણે આપણી જૂની પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.