Abtak Media Google News

કાલે વિશ્વ વન દિવસ

વિશાળે જગ વિસ્તારે, ની એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો, વનો ને છે વનસ્પતિ

પ્રાકૃતિક તત્વોનાં સાનિધ્યમાં પાંગરેલી માનવ સભ્યતા વૃક્ષનું મહત્વ સમજે તે માટે વર્ષ ૧૯૭૧ થી દર વર્ષે ૨૧મી માર્ચના રોજ વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આજે વૈશ્વિક કક્ષાએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાએ ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આવા કપરાં સમયમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું જતન અને સંવર્ધન જ સર્વોત્તમ ઉકેલ છે.

કહેવાય છે ને કે, વન સચવાશે તો જીવન સચવાશે. તેથી જ વન સંરક્ષણ માટે રાજ્ય સરકારે અનેકવિધ કાર્યો કર્યા છે. વૃક્ષોની મહત્તા સમજી ગુજરાતના પનોતા પુત્ર અને દીર્ઘદ્રષ્ટા  કનૈયાલાલ મુનશીએ ૧૯૫૦ નાં વર્ષમાં લોકોને વૃક્ષ ઉછેર સાથે જોડવા વન મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારી પ્રતિવર્ષ વન મહોત્સવની સાથે લોકો સાચા ર્અમાં જોડાય તે માટે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૪ થી વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીનો જિલ્લાઓમાં શુભારંભ કરાવ્યો હતો. ત્યારી ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં વન મહોત્સવની ઉજવણી થકી વધુને વધુ લોકોને વૃક્ષ વાવેતર કાર્યક્રમમાં સક્રિય રીતે સાંકળવામાં આવી રહ્યાં છે.

આ મહોત્સવ અંતર્ગત પ્રત્યેક વર્ષે વિવિધ જિલ્લાઓમાં વૃક્ષોરોપણ કી સાંસ્કૃતિક વનની રચના કરવામાં આવે છે. જેમાં પ્રમ વર્ષ ૨૦૦૪ માં ગાંધીનગર ખાતે ૬૫માં વન  મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે શક્તિ વન તૈયાર કરવામાં આવ્યુ છે. ઉપરાંત ૨૦૧૫માં નવસારી ખાતે નિર્માણ પામેલુ જાનકી વન ૧૫.૬૪ હેક્ટર વિસ્તાર સો વિશાળ જગ્યામાં વિસ્તરેલુ છે. આ સિવાય વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી અલગ અલગ સ્ળોએ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં આણંદ ખાતે મહિસાગર વન, વલસાડ ખાતે આમ્ર વન, સુરત ખાતે એક્તા વન, જામનગર ખાતે શહિદ વન, સાબરકાંઠા ખાતે વિરાંજલી વન, કચ્છ ખાતે રક્ષક વન અને અમદાવાદ ખાતે જડેશ્વર વનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. વૃક્ષ આચ્છાદિત વિસ્તાર વધે તે માટે સરકારના પ્રયત્નો સો લોકોની સક્રીય ભાગીદારી પણ જરૂરી છે. લોકોને વૃક્ષોના વાવેતર માટે પ્રેરણા મળે તે હેતુસર સરકાર દ્વારા વન પંડિત એવોર્ડ આપવામાં આવે છે. જે લોકોએ લાંબા સમય સુધી પર્યાવરણ સંરક્ષણ અને તેને સંબંધિત ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હોય તેમને આ એવોર્ડી સન્માનિત કરવામાં આવે છે.વન  વૃક્ષોની મહત્તાને સમજી તેના વાવેતર  જતન કી પુન: આપણા જીવનમાં તેને સન આપવાનો સમય આવી ગયો છે. સરકાર આ બાબતે નિષ્ઠાવાન પ્રયાસો થકી ગુજરાતમાં વનાચ્છાદિત વિસ્તાર વધે તે માટે કાર્યરત છે. આપણે પણ તેમાં સહભાગી થઈ ઈચ્છિત ફાળો આપીએ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.