ભવિષ્યમાં જલ અને વાયુ પ્રદુષણથી છુટકારો મેળવવા કુદરતની અણમોલ ભેટ સૂર્યશકિત તથા વરસાદી પાણી જ ઉતમ ઉપાય

અબતક, રાજકોટ

હાલમાં વિશ્વભરમાં પેટ્રોલ, ડિઝલ અને કોલસાના ભાવમાં અવિરત વધારો થઈ રહ્યો છ સાથે સાથે તેનો સ્ટોક પણ ઘટી રહયો છે. ત્યારે આપણે દરેક વ્યકિતની ફરજ બને છે કે, બન્ને તેટલો પેટ્રોલ, ડિઝલ, ઈલેકટીટીસીટી અને પાણીનો વપરાશ ઘટાડીને અને તેને બચાવવાનો અમૂલ્ય પ્રયત્ન કરીએ કુદરતે આપેલી અનમોલ રાતિનો પુરેપુરો ઉપયોગ કરીએ

સરકાર દ્વારા ઈલેકટ્રીસીટી ઉત્પાદન કરવા માટે સોલાર તેમજ પવનચકકી દ્વારા ઉત્પાદન થતી વિજળી માટે ઘણી બધી સબસીડી અને શ્રીમો અવાર નવાર રજૂ થઇ રહી છે ત્યારે હાલમાં જે લોકોને તેનો લાભ લીધો છે તે વંદનીય છે સાથે સાથે એવું જોવામાં આવ્યું છે કે ફલેટ ઓનર્સ અવા બંગતાઓ, ફેકટરીઓ, ઓફીસોમાં સોલાર પાવર સીસ્ટમ લગાવી છે તેમણે વિજળીની બચત દિવસે વપરાતી 0-0 (શુન્ય) બીલની રકમ થઈ ગઈ છે.

આજે જે લોકોએ પચાસ કે.વી.ની પાવર સીસ્ટમ લગાવેલ છે જેનો ખર્ચ અંદાજે 20 થી 22 લાખ રૂપીયા (સબસીડી વગર) થાય છે. તેઓને 48 થી 50 હજારનું બીલ આવતું હતું તે શુન્ય થઈ જતાં બચત થાય છે.  તો કેટલી મોટી બચત દર વર્ષે મળે તે સમજીને લોકોએ વધુને વધુ આ વ્યવસ્થામાં સરકારની સહાય વગર જોડાઈ તેમજ  જે સ્કૂલોહાઇસ્કૂલોના પાકા ગ્રાઉન્ડ હોય તેમજ ઈન્ડસ્ટ્રીયલ એરીયા અને સરકારી ઓફીસો આ કાર્યમાં જોડાઈ અને સરકારની કોઈપણ સહાય કે યોજનાની રાહ જોયા વગર આપણે આપણા દેશ અને સમાજ માટે ઉપયોગી થાય.

આવી જ રીતે આપણા બંગલાઓ અને ફલેટોમાં અને રોડ રસ્તાના તળીયા પાકા થઈ જતાં વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી સરકારના કાયદા મુજબ આપણે ફકત અગાશીનું પાણી જમીનમાં ઉતારવા રીચાર્જ બોર કરવામાં આવે છે તેના બદલે ગ્રાઉન્ડનું પાણી પણ જો ઉતારવામાં આવે તો વરસાદનું શુધ્ધ પાણી જમીનમાં ઉતરતા આપણને ઘ પાણી મળે અને વિજળી અને બીજો ખર્ચ ઓછો થશે.

વાય અને જળ સ્વચ્છ થતાં માનસીક અને શારીરીક રોગો પર પણ ઘટશે.  વરસાદનું પાણી રોડ ઉપર આવતા, રોડ ઉપર ગટર ઉભરાવવાની જે સમસ્યાઓ અત્યારના સમયે શહેરોમાં ગંભીર બનતી જાય તે સમસ્યાનું એકમાત્ર નિવારણ સોસાયટીનાં રોડ-રસ્તાઓ પર આવી પાણીની બચત માટે આયોજન કરી શકાય જેમ કે સીલ્વર હાઈટસ ફલેટ જે શેઠ બોલર દ્વારા બનાવવામાં આવ્યા છે તેમાં 200 ફૂટના 20 બોર દ્વારા વરસાદનું પાણી જમીનમાં ઉતારી રહયાં છે તેવી જ રીતે રાજકોટમાં આવેલી એસ્ટ્રોન સોસાયટીએ પોતાના દરેક રોડ ઉપર સૉ ફૂટનાં ખાડાઓ કરી તેમાં આવતું વરસાદનું પાણી બાજુમાં બોર કરીને ઉતારવાની વ્યવસ્થા કરી છે

પાણીની બચત, ઇલેકટ્રીસીટીની બચત, પેટ્રોલડીઝલની બચત કરીએ અને સાથે સાથે એક વૃક્ષ વાવીને જતન કરીએ તો આપણા પરીવારને પાણીની બોટલની જેમ ઓકિસજન ખરીદવો નહીં પડે.